GSTV
Gandhinagar News ગુજરાત ટોપ સ્ટોરી

શિક્ષકો માટે આનંદના સમાચાર/ રાજ્યમાં નવી ભરતી માટે સરકારે આપી મંજૂરી, ટૂંક સમયમાં જ થશે પ્રક્રિયા

રાજ્યમાં શિક્ષણ વિભાગે મહત્ત્વનો નિર્ણય લેતાં નવા શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે રાજ્યમાં 6616 અધ્યાપક શિક્ષકોની ભરતી કરાશે. ગ્રાન્ટેડ શાળાઓમાં 2307 જગ્યાઓની ભરતી કરાશે. ભરતી માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3382 શિક્ષણ સહાયકની પણ ભરતી કરાશે. સહાયકો માટે સરકારે મંજૂરી આપી દીધી છે. કોલેજોમાં 927 અધ્યાપકોની ભરતી કરાશે.

વિવિધ વિષયમુજબ કરાશે આ પ્રમાણે શિક્ષકોની ભરતી

અંગ્રજી વિષયના 624 શિક્ષકોની ભરતી કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો એકાઉન્ટ વિષયના 446 શિક્ષકોની ભરતી કરાશે. સમાજશાસ્ત્રના 334 શિક્ષકોની ભરતી થશે. ઈકોનોમીના 276 શિક્ષકોની ભરતી થશે. ગુજરાતી વિષના 254 શિક્ષકોની ભરતી કરાશે. ગણિત વિજ્ઞાનના 1039 શિક્ષકોની ભરતી કરાશે.

ખાલી પડેલા વિષય શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રેશ કોન્ફરન્સમાં આ બાબતની માહિતી આપતાં જણાવ્યું હતું કે નવી ભરતી માટે મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી અને નાણામંત્રી બંનેનો આભારી છું. નવા શિક્ષકોની ભરતીને પગલે શિક્ષણકાર્યમાં ગુણવત્તામાં વધારો થશે. શાળા મર્જ કરવાને બદલે નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ખાલી પડેલા વિષય શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. આ માટે ટુંક સમયમાં જ લિસ્ટ બહાર પડાશે.

સ્કૂલોમાં બાળકોનો રિસ્પોન્સ સારો રહ્યો

હાલમાં સ્કૂલો ખુલવા મુદ્દે પણ તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે આટલા લાંબા અંતરાલ બાદ બાળકોએ સ્કૂલે આવવામાં ઉત્સાહ બતાવ્યો છે. વાલીઓને પણ અનુરોધ છે કે તેઓ બાળકોને સ્કૂલે મોકલવામાં ડર ના અનુભવે. ભરતી પ્રક્રિયા માટે હવે પછીથી સમયસર જાહેરાત કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

BIG BREAKING: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટુંક સમયમાં રાજકારણમાં થશે શામેલ, તમામ અટકળોનો લાવશે અંત

pratikshah

ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ચીનને આર્થિક યુદ્ધમાં પરાસ્ત કરશે ?, ટોક્યોની ક્વોડ સમિટ પહેલાં આ મંત્રણા યોજાઈ

pratikshah

BIG BREAKING: કોંગ્રેસના સ્વર્ગસ્થ ધારાસભ્ય અનિલ જોષિયારાના પુત્ર કેવલ જોષિયારા ભાજપમાં જોડાશે, કેસરીયો ધારણ કરશે

pratikshah
GSTV