GSTV

ગુજરાતના ગૌરવ પર પ્રહાર / વિસાવદરમાં તણાઈ આવેલી સિંહણના પંજા કપાયા, વન વિભાગની બેદરકારી

Last Updated on June 12, 2021 by Pritesh Mehta

વિસાવદરના વેકરીયામાં વાવાઝોડામાં આવેલ વરસાદના પૂરમાં તણાઈ આવેલ સિંહણના પંજા કાપી નાખ્યાનો ઘટસ્ફોટ થયો છે આ અંગે વિસાવદર વનવિભાગમાં એફ.ઓ.આર. દાખલ કરેલ હોવા છતાં તે ગુનાની એક પણ વિગત આજ સુધી વનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નથી. સિંહ સલામત હોવાની ગુલબાંગો પોકારવામાં માહેર વન વિભાગ સિંહોના અંગો કાપી નાખ્યાની ઘટના પર શા માટે ઢાકપીછોડો કરે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.

૧૭મી મેએ વાવાઝોડું આવ્યું અને તેમાં વિસાવદર પંથકનાં વેકરીયા વિસ્તારમાં વાદળુ ફાટયું હોય તેમ એકી સાથે ૨૦-૨૫ ઈંચ જેટલો વરસાદ પડયો અને તે વરસાદમાં સિંહ, હરણ, નીલગાયના મૃતદેહ વેકરીયાના ડેમમા તણાઈ આવ્યા હતા. આ બનાવ વનવિભાગે ખૂબ જ ઢાંકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગ્રામજનોએ ખુલ્લો પાડી દીધો અને વન વિભાગે સિંહ, હરણ તણાયા હોવાની પુષ્ટી આપવી પડી. પરંતુ આ બનાવમાં તણાઈને આવેલ સિંહણના પંજા કાપી નાખવામાં આવ્યા છે. આ બનાવ અંગે અનેકવાર વનવિભાગના અધિકારીઓ પાસે સવાલ કરતા તપાસ ચાલુ છે. તપાસ ચાલુ છે એવું રટણ કરવામાં આવતું હતું. અમુક અધિકારીઓ આ વિગતો જાહેર ન કરી શકાય એવો લુલો બચાવ કરતા હતા પણ સેવ લાયન ક્લબના દ્વારા આ અંગે ઘટસ્ફોટ કર્યો છે કે, સિંહના પંજા કાપી નાખવામાં આવ્યા છે અને આ અંગે એફ.ઓ.આર. દાખલ થયાનો પણ  ઉલ્લેખ કર્યો છે.

જ્યારે લોકોને ખબર પડી જાય કે સિંહનું મૃત્યુ થયું છે તેવા કિસ્સામાં અથવા કુદરતી મૃત્યુ હોય ઉંમરના કારણે મૃત્યુ હોય આવા સિંહનાં મૃત્યુની વનવિભાગના અધિકારી જાહેરાત કરી પોતે પારદર્શક હોવાનો ડોળ કરી રહ્યા છે પરંતુ જ્યારે સિંહના પંજા કપાઈ જાય, સિંહના નખ કાઢી જાય આવી અનેક ઘટનાઓ પર અનેકવાર ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે સિંહો સલામત ન હોવા છતાં પણ સિંહો ધરાર સલામત બતાવવા માટે આફ્રિકાનો વિડીયો મૂકવામાં ઉતાવળુ વનવિભાગ શા માટે સિંહના પંજા કપાયાની ઘટના જાહેર નથી કરતું, ઘટનાની જાહેરાત ન કરે પરંતુ હજુ સુધી બનાવને ૨૨ દિવસ થવા છતાં આરોપીની ગંધ સુદ્ધા પણ શોધવામાં વનવિભાગને સફળતા નથી મળતી.

સિંહણ

વિસાવદરમાં સિંહની હત્યાના ગુના વણઉકેલ્યા

સિંહના પંજા કાપવાની ઘટના પણ વિસાવદરના રાજપરા રાઉન્ડમાં બની અગાઉ વિસાવદર રાજપરા રાઉન્ડમાં એક બાદ એક સિંહોને શોટ આપી હત્યા કરવામાં આવી જેમાં એક બનાવમાં અમુક આરોપીઓ પકડાયા અમુક બાકી અને બીજા સિંહની કરવામાં આવેલી હત્યામાં હજુ સુધી વનવિભાગને તેના આરોપીની ગંધ શુદ્ધ નથી. અનેક શંકાસ્પદ સિંહોના મૃતદેહ મળી આવ્યા છે છતાં પણ સબ સલામતના દાવાઓ થઈ રહ્યા છે. અનેક ટેકનોલોજી આધુનિક સ્ટાફ પેટ્રોલીંગના દાવા કરતું વનવિભાગ સિંહના હત્યારાઓને શોધવામાં સદંતર નિષ્ફળ ગયું છે.

સિંહ સલામતીમાં નિષ્ફળતા સામે આવે ત્યારે મૌન

સિંહ સલામત હોવાની ગુલબાંગો પોકારવામાં માહેર વનવિભાગ જ્યારે સિંહ સલામતીમાં નિષ્ફળતાની વાત સામે આવે ત્યારે મૌન ધારણ કરી લે અથવા તપાસ ચાલુ છે અથવા પીએમ રિપોર્ટ હજુ આવ્યો નથી. મોતનું સાચુ કારણ ખબર નથી આવા અનેક ગોળ ગોળ જવાબ આપી છટકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાત્કાલિક પારદર્શકતા આવે તે સિંહ અને ગીર માટે જરૃરી છે.

એફ.આઈ.આર. ઓનલાઈન તો એફ.ઓ.આર. કેમ નહીં

દરેક ગુનામાં પારદર્શકતા આવે અને લોકોને પણ તેનાથી માહિતી મળી રહે તે માટે પોલીસને કોર્ટના આદેશ મુજબ દરેક એફ.આઈ.આર. દાખલ થયા અને ગણતરી બાદ જ ઓનલાઇન કરી દેવામાં આવે છે અમુક જ કિસ્સામાં એફ.આઇ.આર. ઓનલાઈન થતી નથી જ્યારે વન વિભાગમાં પણ દરેક એફ.ઓ.આર.ને ઓનલાઇન કરવા જોઈએ જેાૃથી દરેક લોકોને વનવિભાગના ગુનાઓ અંગે જાણ થાય એફ.ઓ.આર. ગુનો દાખલ થાય એટલે વધીને ૨૪ કલાકમાં જે તે કોર્ટમાં તેની નકલ આપવાની જોગવાઈ હોવા છતાં તેનો પણ ભંગ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!