GSTV
Home » News » વરસાદના આગમનથી ઘાસચારાની તંગી દૂર, ગીરની વનરાઈઓ ખીલી ઉઠી

વરસાદના આગમનથી ઘાસચારાની તંગી દૂર, ગીરની વનરાઈઓ ખીલી ઉઠી

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલો જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાની પ્રથમ રાઉન્ડમાં જ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. ખેતી માટે સિંચાઈનું પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે.

ગીર ખીલી ઉઠ્યું

અમરેલી જિલ્લામાં મેઘમહેર થતા ગીરની વનરાઈઓ ખીલી ઉઠી છે. વરસાદનાં આગમનથી ગીર કાંઠાના ગામોમાં ઘાસચારાની તંગી દૂર થઇ. ગીરમાં લીલોતરી ફેલાતા માલધારીઓ પોતાના પશુઓને લઈ ચરિયાણ માટે નીકળી પડયા. આ સાથે વરસાદી પાણી નદી-નાળામાં આવી જતા ગીરના માલઢોર નહાવાની મજા માણી રહ્યા છે. તો આ દ્રશ્યો સાથેસાથે સાવજોની ડણક પણ સંભળવા મળી રહી છે. ખીલી ઉઠેલી વનરાઇઓનાં અનેક મનમોહક વીડિયો સામે આવ્યા છે.

ભારે વરસાદના કારણે લોકો અટવાયા

મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં થયેલા ભારે વરસાદની અસર રેલવે સેવા પર પડી છે. રેલ સેવા પ્રભાવિત થતાં હજારો મુસાફરો અટવાયા છે. કેટલીક ટ્રેન મોડી ચાલી રહી છે તો કેટલીક ટ્રેન રદ થતાં હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના રેલવે સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

વડોદરામાં યોજાઈ સુપરક્રોસ બાઇક રેસ, અવનવા કરતબો જોઈ પ્રેક્ષકો થયા અભિભુત

Nilesh Jethva

ભાવનગર : સોલિડ વેસ્ટ ડમ્પિંગ સાઈડ પર અચાનક લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!