GSTV
Home » News » કેન્દ્રની ગુજરાતને લપડાક, વીજમથકો માટે 53 લાખ મેટ્રીક ટન ઓછો કોલસો ફાળવ્યો

કેન્દ્રની ગુજરાતને લપડાક, વીજમથકો માટે 53 લાખ મેટ્રીક ટન ઓછો કોલસો ફાળવ્યો

ગુજરાતના કોલ આધારિત વીજમથકો ચલાવવા માટે કેન્દ્રની પૂર્વ યુપીએ સરકાર પુરતો કોલસો આપતી નથી તેવા આક્ષેપો ભાજપની ભૂતકાળની સરકારમાં થયા હતા પરંતુ આજે કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ગુજરાતના વીજમથકો માટે પુરતો કોલસો મળતો નથી.

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે એક લેખિત પ્રશ્નમાં ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે છેલ્લા બે વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા કોલસાનો જથ્થો માગણી કરતાં ઓછો હતો તેથી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા કોલસાનો જરૂરી જથ્થો ફાળવવામાં આવે તે માટે કોલ કંપની, મિનિસ્ટ્રી ઓફ પાવર, મિનિસ્ટ્રી ઓફ કોલ, મિનિસ્ટ્રી ઓફ રેલવે તેમજ સેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટીને અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે.

coal shortage

સૌરભ પટેલે કહ્યું કે કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે વીજ મથકો પર હાજર કોલસાના જથ્થા અને આયાતી કોલસાનો વીજ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સરકાર હસ્તકની વીજ ઉત્પાદન કંપની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ સંચાલિત કોલકા આધારિત વીજ મથકો માટે વાર્ષિક 163.10 લાખ મેટ્રીક ટન કોલસાની જરૂરિયાત છે.

છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી ફાળવવામાં આવેલા કોલસાની વિગતો આપતાં મંત્રીએ કહ્યું કે 2017-18ના વર્ષમાં કેન્દ્ર પાસેથી 101.16 લાખ મેટ્રીક ટન અને 2018-19માં 111.28 લાખ મેટ્રીક ટન કોલસો ગુજરાનતે મળ્યો છે. રાજ્યના વીજ મથકો માટે જરૂરિયાત 163.10 મેટ્રીક ટન છે તેમ છતાં કેન્દ્ર તરફથી પુરતો કોલસો મળતો નથી.

READ ALSO

Related posts

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

Riyaz Parmar

પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

Riyaz Parmar

શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!