GSTV
Business ટોપ સ્ટોરી

ઝટકો/ પ્રજાને મોંઘવારીનો વધુ એક માર : ગુજરાત ગેસ દ્વારા CNG-PNGના ભાવમાં વધારો, જાણી લો હવે કેટલા રૂપિયા ચુકવવા પડશે

CNG

ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં રૂ. 2.60નો વધારો કરવામાં આવ્યો છે જેથી જૂનો ભાવ રૂ. 79.56 હતો તે હવે વધીને 82.16 થઈ ગયો છે. જ્યારે PNGના ભાવમાં રૂ. 3.91નો વધારો કરવામાં આવતા તેની કિંમત રૂ. 44.14થી વધીને 48.50 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવવધારો ગુપચૂપ રીતે 10મી તારીખથી અમલમાં આવે તે રીતે લાગુ કરી દેવામાં આવ્યો છે.

CNG
તારીખજૂનો ભાવનવો ભાવતફાવત
02-10-201854.70 રૂ.52.45 રૂ.– 02.25 રૂ.
24-08-202152.45 રૂ.54.45 રૂ.02.00 રૂ.
05-10-202154.45 રૂ.58.10 રૂ.03.65 રૂ.
16-10-202158.10 રૂ.60.78 રૂ.02.68 રૂ.
01-11-202160.78 રૂ.65.74 રૂ.04.96 રૂ.
05-01-202265.74 રૂ.67.53 રૂ.01.79 રૂ.
23-03-202267.53 રૂ.70. 53 રૂ.03.00 રૂ.
06-04-202270.53 રૂ.76.98 રૂ.06.45 રૂ.
14-04-202276.98 રૂ.79.56 રૂ.02.58 રૂ.
10-05-202279.56 રૂ.82.16 રૂ.02.60 રૂ.
   કુલ 29.71 રૂ.
CNG

ભાવવધારાના કારણે રાજ્યમાં અદાણી ગેસ અને ગુજરાત ગેસના CNGના ભાવ સરખા થઈ ગયા છે. અત્યાર સુધી વાહન ચાલકો ગુજરાત ગેસનો સસ્તો CNG ભરાવવાનું પસંદ કરતા હતા પરંતુ હવે બંને કંપનીના ભાવ સરખાં થઈ જતાં લોકો કોઈ વિશેષ લાભ નહીં લઈ શકે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં ગુજરાત ગેસ દ્વારા CNGની કિંમતોમાં કુલ 29.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Read Also

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu
GSTV