GSTV

વેપારની વાત / ગુજરાતમાં 20 લાખથી વધુને રોજગારી આપતા આ ક્ષેત્રમાં છે મંદીનો માહોલ, હવે તેજી લાવવા કરાશે આ ઉપાય

Last Updated on August 5, 2021 by Zainul Ansari

કોરોનાને કારણે વિવિધ સેક્ટરમાં વત્તા-ઓછા અંશે મંદી અનુભવાઈ રહી છે. ગુજરાતના મહત્વનો ઉદ્યોગોમાં સ્થાન પામતો ગારમેન્ટ ઉદ્યોગ પણ મંદીની અસર હેઠળ છે. ગુજરાતમાં ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 20 લાખ લોકોને રોજગારી આપે છે. હવે તેમના વેપારને વેગ આપવા ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા નેશનલ કક્ષાનો B2B ટ્રેડ ફેર આયોજીત કરાયો છે. આ વેપારમેળામાં 3500થી વધુ વેપારીઓ આવશે અને 3-4 માસના ઓર્ડર બુક કરશે, જેનાથી ઉદ્યોગને સારો એવો ટેકો મળશે. તેમાં આવનારી તેજીની અસર બીજા ક્ષેત્રો પર પણ થશે અને સરવાળે અર્થંતંત્રને લાભ થશે.

ટેક્સટાઇલ-ગારમેન્ટ માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. જોકે, કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી ઇન્ડસ્ટ્રીઝને ગ્રહણ લાગ્યું છે. મહામારીને દૂર કરી વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝમાં હજુ પ્રિ-કોવિડના 60 ટકા જ મેન્યુફેક્ચરીંગ થઇ રહ્યું છે જે 100 ટકા લઇ જવા માટે ગારમેન્ટ ટ્રેડ ફેર મહત્વની ભૂમિકા ભજવશે. ઉદ્યોગકારો તહેવારોની સિઝન અને ફેશન તથા નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર બન્યા છે. નવરાત્રી, દિવાળી, દશેરા તથા ક્રિસમસના તહેવારોને અનુલક્ષીને ગુજરાતના મેન્યુફેક્ચરર્સ ટ્રેડ શોમાં પ્રદર્શન કરશે. અમદાવાદ ખાતે યોજનાર 5-6-7 ઓગસ્ટ ત્રણ દિવસમાં દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 3500-4000 જેટલા બાયરો આવશે. બી ટુ બી ટ્રેડ ફેરમાં મોટા પાયે ઓર્ડરની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે.

ગુજરાત ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ-આંતરરાષ્ટ્રીય સ્તર પર વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં દિલ્હી, મુંબઇ પછી ગુજરાતમાં અમદાવાદનો ક્રમ આવે છે જેના કારણે ગુજરાતના મેન્યુફેક્ચર્સને સારા ઓર્ડર મળી રહ્યાં છે. આ ટ્રેડ ફેરમાં દેશના દિલ્હી, મુંબઇ, કલકત્તા, લુધિયાણા, કરેલા, ચૈન્નઇ જેવા અન્ય શહેરોમાંથી બાયરો મોટી માત્રામાં ઉપસ્થિત રહી આગામી ત્રણ-ચાર માસના ઓર્ડર બુક કરે તેવી સંભાવના છે. આ ટ્રેડ શો દ્વારા છેલ્લા લાંબા સમયથી મંદીના માહોલમાં સપડાયેલા ઉદ્યોગને રાહત મળી શકશે.

જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું કે આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના બધા જ રાજ્યો માંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને ખાસ આ ફેરમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ફેરમાં દર આવનાર સિઝનને ધ્યાનમાં રાખી અને ખૂબ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમદાવાદ અને ગુજરાતના મેન્યુફેક્ચરર ખૂબ જ સારા ફેશનેબલ ગારમેન્ટ નું પ્રદર્શન કરશે. આ ગારમેન્ટ ફેર થકી ફરી એકવાર ગુજરાતનું ગારમેન્ટ ઉદ્યોગ ધમધમતો થશે અને રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થશે. આ ફેરનું આયોજન કોરોના ની તમામ ગાઇડલાઇનને ધ્યાન રાખી અને કરવામાં આવી રહ્યું છે.

જીજીએમએ ટ્રેડ ફેરના ઇન્ચાર્જ અર્પણ શાહે જણાવ્યું કે ગુજરાતમાં 25000 જેટલા નાના-મોટા ગારમેન્ટ ઉત્પાદકો આવેલા છે જેમાં માત્ર અમદાવાદમાં જ 15000 ઉત્પાદકો છે. આ સેક્ટર ગુજરાતમાં પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે 20 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે ત્યારે આ સેક્ટરને વેગ મળે તે આવશ્યક છે. મહામારીમાંથી ઉદ્યોગ બેઠો થઇ રહ્યો છે પરંતુ હજુ 60 ટકા સુધી જ ઉત્પાદન પ્રવૃતિઓ થઇ રહી છે. ટ્રેડ ફેરના કારણે આગામી ત્રણ માસમાં સેક્ટર 100 ટકા અને ત્યારબાદના ત્રણ માસમાં ઝડપી વેગ પકડે તેવી આશા છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે ફેબ્રિક, વોશીંગ, એસેસરિઝ તથા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ સંકળાયેલી છે જેના વેપારને પણ વેગ મળશે.

Read Also

Related posts

Monsoon / આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લે તેવાં એંધાણ, હજુ પણ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

Dhruv Brahmbhatt

ખુશખબર! ભારતમાં આવશે ઉડતી કાર, એક સાથે આટલા લોકો આકાશમાં ઉડશે, સરકારે શેર કરી તસવીરો

Bansari

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!