GSTV
Home » News » ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

ગોધરાકાંડનો રિપોર્ટ રજૂ : મોદી સરકારને ક્લિનચીટ, નાણાવટીપંચના મોટા ખુલાસા

આજે વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગોધરા કાંડનો નાણાવટી પંચનો અહેવાલ મેજ પર રજૂ કરાયો છે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહમાં રજૂ કરાયો છે, રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરી રહ્યા છે. ગોધરા કાંડનો નાણાવટી પંચના રજૂ થયેલા આજના રિપોર્ટમાં મોદી સરકારને ક્લિનચીટ અપાઈ છે. મોદી સહિત તેમના પ્રધાનોનો આ કાંડમાં કોઈ રોલ ન હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોને લઇને ગુજરાત સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ  ગૃહમાં રજુ થયો છે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહે ઘટનાના 17 વર્ષ બાદ ગૃહમાં અઢી હજાર પાનાનો જાહેર કરાયો છે.

તત્કાલિન સીએમ અને અન્ય પ્રધાનોને પંચના રિપોર્ટમાં ક્લિન ચીટ અપાઈ છે. સ્વ હરેન પંડ્યા અને સ્વ અશોક ભટ્ટ, ભરત બારોટને પણ ક્લિનચીટ અપાઈ છે. નાણાવટી પંચના આ રિપોર્ટ પ્રમાણે ગોધરાકાંડ એ પૂર્વ યોજિત કાવતરૂ ન હોતું. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ઘટનામાં સરકારનો કોઈ રોલ ન હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આજે વિધાનસભામાં રજૂ થયેલા નાણાવટી પંચના અહેવાલ અંગેની વિગતો આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા હતા તે આરોપ ખોટા પૂરવાર થયા છે. આ તોફાનોમાં ત્રણ અધિકારીઓ આર.બી.શ્રી કુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની નકારાત્મક ભૂમિકા હોવાનું પૂરવાર થયું છે.

શું કહ્યું પ્રદીપસિંહ જાડેજાએ

ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગોધરા કાંડનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ક્લીનચીટ મળી હોવાનું નાણાવટી પંચના અહેવાલમાં રજૂ કરાયેલા રિપોર્ટ વિશે જણાવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદી સહિતના નેતાઓની કોઈ પણ ભૂમિકા નહોતી. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ત્રણે પોલીસ અધિકારીઓની ભૂમિકા પણ નકારાત્મક રહી છે.

  • ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસની છે આ ઘટના
  • ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એકસ્પ્રેસને ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ અટકાવી હતી
  • ટોળાંએ હુમલો કરીને ટ્રેનના એસ-૬ કોચને આગ ચાંપી હતી
  • ટ્રેનમાં સફર કરી રહેલા ૫૯ કાર સેવકોનાં મોત થયાં હતાં
  • સાબરમતી એકસપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી
  • ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા
  • રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતાં, જેમાં ૧,૦૦૦થી વધુ લોકોનાં થયાં હતાં મોત
  • નાણાવટી પંચનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો
  • સાબરમતી ટ્રેનના કોચ નંબર 6ને આગ લગાડવાનો છે અહેવાલ
  • વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ રજૂ કરાયો
  • ગોધરાકાંડ તપાસનો બીજો ભાગ આજે વિધાનસભામાં રજૂ કરાયો
  • પંચના પહેલા ભાગમાં ગોધરાકાંડ પૂર્વ યોજીત કાવતરું હોવાનો હતો ઉલ્લેખ
  • ગોધરાકાંડનો નાણાવટી પંચનો અહેવાલ રજૂ
  • ગોધરાકાંડ પૂર્વ યોજિત હતું કે નહીં તે માટે નાણાવટી પંચની કરાઈ હતી નિમણુંક
  • 488 જેટલા સરકારી અધિકારીઓનો સોગંધનામાનો રિપોર્ટમાં સમાવેશ
  • પંચના પાર્ટ ટુ રિપોર્ટમાં નવ વોલ્યૂમ અને અઢી હજાર પેજ
  • ગોધરાકાંડ બાદના તોફાનો પૂર્વ યોજીત કાવતરૂ ન હતા
  • તત્કાલિન સીએમ અને અન્ય પ્રધાનોને પંચના રિપોર્ટમાં ક્લિન ચીટ
  • સ્વ હરેન પંડ્યા અને સ્વ અશોક ભટ્ટ, ભરત બારોટને પણ અપાઈ ક્લિનચીટ
  • નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારોને બદનામ કરવાનો થયો હતો પ્રયાસ
  • ગોધરાકાંડના બીજા પાર્ટમાં ગોધરાકાંડ પૂર્વ યોજિત કાવતરૂ ન હોવાનો ઉલ્લેખ

શું હતી સમગ્ર ઘટના ?

27 ફેબ્રુઆરી 2002ના દિવસની આ ઘટના છે. ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં કેટલાક ટોળાએ અટકાવી હતી. બાદમાં ટોળાએ હુમલો કરીને ટ્રેનના એસ-6 કોચને આગ ચાંપી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મોત થયાં હતા. 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં જુદા જુદા કિસ્સામાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા.

કોચમાં 59 લોકો પામ્યાં હતા મૃત્યું

એક એવી ઘટના બની જેણે ગુજરાતની ઓળખ દેશ-દુનિયામાં બદલી નાખી. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને લાગેલી આગમાં 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એની કિંમત સેંકડો ગુજરાતીઓએ ચૂકવવી પડી છે. ગોધરાના રેલવે સ્ટેશને લાગેલી એ આગમાં ગુજરાતનું સામાજિક પોત પણ બળી ગયું. આ ઘટના બાદ ગુજરાતને એક નવા પ્રકારના સામાજિક અને રાજકીય પરિમાણો જોવા મળ્યાં. આ ઘટનાના 15 વર્ષ સુધી ચાલેલા કાનૂની લડત બાદ ગુજરાત હાઇકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી છે, જ્યારે 20 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. ટ્રેનમાં સવાર યાત્રીઓની ચીસો નથી સંભળાતી પણ ઓગળેલા લોખંડના સળિયા, રાખ બની ગયેલી ટ્રેનની સીટો અને પંખા પર કરોળિયાનાં જાળાં ગોધરાકાંડની ઘટનાનું વર્ણન કરે છે. આ ટ્રેનના બે કોચમાં આગચંપીની ઘટનામાં 59 લોકો જીવતાં સળગી ગયાં હતાં. 27 ફેબ્રુઆરી 2002ના રોજ જે સાબરમતી એક્સપ્રેસમાં આ ઘટના બની હતી, તેના અન્ય કોચ તો ગંતવ્ય સુધી પહોંચી ગયા, પણ બે કોચ ત્યાંજ રખાયા છે. કોચની આસપાસ સુરક્ષાકર્મીઓ તહેનાત રહે છે. આજે પણ સાબરમતી એક્સપ્રેસનો વાદળી રંગનો નવો S-6 કોચ ગોધરા સ્ટેશન પર જ્યારે ઉભો રહે છે, ત્યારે લોકોની આંખો તેને જોવા માટે સ્થિર થઈ જાય છે.

આ કેસમાં ક્યારે શું બન્યું?

  • 27 ફેબ્રુઆરી-2002 : અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતા 59 લોકોનાં મોત થયાં હતાં.
  • 28 ફેબ્રુઆરી 2002 : અમદાવાદ શહેરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાએ કરેલા હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી માર્યા ગયા. અન્ય 31 લોકો લાપત્તા થયાં, જેમને બાદમાં મૃત માની લેવામાં આવ્યા.
  • 22 મે-2002 : તપાસ એજન્સીએ પહેલું આરોપનામું દાખલ કર્યું. પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો તેમાં ઉલ્લેખ નહોતો.
  • 19 ડિસેમ્બર.-2002 : બીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરવામાં આવ્યું. તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.
  • 3 માર્ચ-2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.
  • 16 એપ્રિલ-2003 : ત્રીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરાયું. જેમાં આરોપીઓ પર POTA હેઠળના ગુના લગાવવામાં આવ્યા.
  • 21 નવેમ્બર-2003 : સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસની તપાસ પર રોક લગાવી.
  • સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત આવી.
  • 16 મે-2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિએ અભિપ્રાય આપ્યો.
  • એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી લીધી અને કેસમાં તપાસ માટે સીબીઆઈના ભૂતપૂર્વ વડા આર.કે રાઘવનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ રચવામાં આવી.
  • 12 ફેબ્રુઆરી-2009 : ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA (પોટા) કેનૂન હેઠળના ગુના રદ કરી દીધા.
  • એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટો રચવા આદેશ આપ્યો. ગોધરાકાંડ કેસની સુનાવણી માટે એડિશનલ સેશન જજ પી.આર.પટેલની નિમણૂક કરાઈ.
  • જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.
  • 30 મે-2010 : ટ્રાયલ કોર્ટના જજે ગોધરા રેલવે સ્ટેશન પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી.
  • 28 સપ્ટેમ્બર-2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.
  • 24 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી. જો કે બાદમાં તે 22 ફેબ્રુઆરી કરવામાં આવી.
  • 25 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો.
  • 22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતે ગોધરાકાંડ કેસમાં 31ને દોષિત ઠેરવ્યા જ્યારે 63ને નિર્દોષ જાહેર કર્યા.
  • 09 ઑક્ટોબર-2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આપેલી સજા યથાવત રાખવામાં આવી. તેમજ 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો.

READ ALSO

Related posts

આમા સરકાર ક્યાંય ચિત્રમાં નથી કોર્ટના આદેશથી હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે

Mayur

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો, 80 લાખ બાળકોને આવરી લેવાશે

Mayur

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે અપનાવ્યો આ માસ્ટર પ્લાન, ઉપ સંયોજકને સોંપી મહત્વની જવાબદારી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!