મહેસાણા-પાલનપુર વચ્ચે એન્જિનિયરીંગ કામને લઇને તા.૧૮થી ૨૫ જાન્યુઆરી સુધી ટ્રેનોના સંચાલન પર અસર થશે. જેમાં મહેસાણા-આબુ રોડ ડેમુ પેસેન્જર તા.૧૮ થી ૨૪ જાન્યુઆરી સુધી રદ રહેશે. તેમજ આબુરોડ-મહેસાણા ડેમુ પેસેન્જર તા.૧૯ થી ૨૫ જાન્યુઆરી સુધી રદ રહેશે.ઉપરાત જોધપુર-અમદાવાદ પેસેન્જર, અમદાવાદ-જયપુર પેસેન્જર, જયપુર-અમદાવાદ પેસેન્જર તેમજ અમદાવાદ-જોધપુર પેસેન્જર તા ૨૫ જાન્યુઆરી સુધી અમદાવાદ-આબુ રોડ વચ્ચે રદ રહેશે.

સિકંદરાબાદ-હિસાર એક્સપ્રેસને ડોંડાઇયા સ્ટેશને સ્ટોપેજ અપાયું
સિકંદરાબાદ-હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસને તા.૧૬ જાન્યુઆરીથી પ્રાયોગીક ધોરણે ૬ મહિના માટે પશ્ચિમ રેલવેના ડોંડાઇયા સ્ટેશન પર સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોની માંગણી અને સુવિધા માટે આ ટ્રેનને બંને તરફ ડોંડાઇયા સ્ટેશન પર રોકાણ અપાશે.