GSTV

‘તું મારૂ સાચવી લેજે હું તારૂ સાચવી લઇશ’ ગુજરાતી ફિલ્મની કમિટીમાં ડખાઓ શરૂ

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે નવી ચલચીત્ર પરીક્ષણ સમીતી બનાવી છે. જેનો ધીરે ધીરે વિરોધ થઇ રહ્યો છે. અમદાવાદ બાદ હવે સુરતમાંથી પણ વિરોધનો વાયરો વાયો છે. સમિતિમાં કેટલાક એવા નામ છે જેને ગુજરાતી ફિલ્મ સાથે ખાસ કંઇ લેવા દેવા નથી અથવા હજુ પા પા પગલી કરી રહ્યા છે. જેને કારણે ઠેર ઠેર નારાજગી જોવા મળે છે. હદ તો એ હતી કે કમિટીમાં મૃત લોકોના નામનો પણ સમાવેશ હતો.

કમિટીમાં ૨૦૦ જેટલા લોકોનો સમાવેશ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફીલ્મો માટે વિવિધ હેતુલક્ષી યોજનાઓ બનાવવામાં આવી છે. પરંતુ તેમના નેતૃત્વમાં માહિતી અને પ્રસારણ વિભાગનું આ બાબતે ઉદાસીન વલણ રહ્યુ છે. અગાઉ બે વર્ષ પહેલાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવા માટે ગુણવત્તા સમન્વીત પ્રોત્સાહન નીતી અંતર્ગત ચલચિત્ર પરિક્ષણ સમીતી બનાવવામાં આવી હતી. જેમાં પણ લાલીયાવાડી થતી હોવાની રાવ ઉઠી હતી.હવે પરી માહિતી અને પ્રસારણ વિભાગે આ કમીટી અપડેટ કરતો એક ઠરાવ પ્રકાશીત કર્યો છે. આ કમિટીમાં ૨૦૦ જેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતી ફિલ્મ સાથે ખાસ લેવાદેવા નથી એવા નામ પણ છે. તો અમુક નામ ગત વર્ષે રીજેક્ટ થયેલા લોકોના પણ છે. આ સિવાય મૃત વ્યક્તિના નામ પણ કમિટીમાં હોવાથી માહિતી અને પ્રસારણ વિભાગના આ લાલીયાવાડીભર્યા નિર્ણય થી વર્ષોથી ફીલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક સીનીયર્સ નારાજ છે. અમદાવાદમાં ફિલ્મ નિર્માતા અભિલાષ ઘોડા અને સુરતમાંથી ફિલ્મ નિર્માતા દિપક સોની તથા ડાયરેક્ટર મહેશ પટેલે આ બાબતે વિરોધ નોંધાવી વડાપ્રધાન, મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, નાયબ સચિવને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.

આ કમીટી છે કે પાકીસ્તાન સરહદે મુકેલા સૈનીકોની સેના ?

અભિલાષ ઘોડાએ કહ્યુ કે ”આ કમીટી છે કે પાકીસ્તાન સરહદે મુકેલા સૈનીકોની સેના ? જો થોડાક જ લોકોને આમાં ઉમેરી દીધા હોત તો ઇન્ડસ્ટ્રીમાં કોઇ જ બાકી ન રહેત. અમુક નામો ગત વર્ષની ચઢાઉ પાસ થયેલી ટીમ પૈકીના છે. તે લોકો કાગારોળ કરીને માંડ માંડ ૩૫ માર્ક સુધી પહોંચેલા, હવે તે લોકો બીજી ફિલ્મોનું મુલ્યાંકન કરશે. વર્ષોથી ગુજરાતી ફિલ્મો સાથેનો નાતો માત્ર સબસીડી લક્ષી જ રહ્યો છે તે લોકો આવી સમીતીમા સ્થાન મેળવી પ્રજાના નાણાંનો દુરૃપયોગ જ કરશે જેમાં શંકાને કોઇ સ્થાન નથી.”

દરેક વિભાગમાં નવા નીશાળીયાઓ બેસાડી દીધા છે

વિરોધના વાયરો સુરત સુધી પહોંચ્યો છે. ગુજરાતી ફિલ્મ આર્ટીસ્ટ વેલ્ફેર એસોસીએશનના વાઇસ પ્રમુખ દીપક સોનીએ કહ્યુ કે આ કમિટીમાં માત્રને માત્ર તુ મારૂ સાચવી લેજે હું તારૂ સાચવી લઇશ એવા લોકોની ભરમાર છે. જો આપ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને ખરેખર ઉપર લાવવા માગતા હો તો આવી આવડત અને અનુભવ વગરની તેમજ ન્યુટ્રલ રહીને કામ ન કરનારી સ્ક્રિનિંગ કમિટી ન બનાવી હોત. દરેક વિભાગમાં નવા નીશાળીયાઓ બેસાડી દીધા છે. જે લોકો હજી ઇન્ડસ્ટ્રીઝમાં પા પા પગલી કરી રહ્યા છે એ ગુજરાતી ફિલ્મોનું મુલ્યાંકન કેવી રીતે કરશે? આવા બિનઅનુભવી લોકોને કમિટીમાંથી બાકાત કરવામાં આવે તથા કમિટીની ફેરવિચારણા કરવામાં આવે.

તકલીફો-પ્રશ્નો આવકાર્ય, ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ મુખ્ય હેતુ

ફિલ્મ અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડીયાએ આ બાબતે કહ્યુ કે સરકાર પોતાની રીતા મહેનત કરી રહી છે. કમિટી બાબતે જે કોઇના પ્રશ્નો કે તકલીફો હોય તે આવકાર્ય છે. તેનુ સારૃ સોલ્યુશન લાવવા માટે સરકાર કામ કરશે. હેતુ એક જ છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ઉપર આવે અને વધુ વિકસીત થાય.

READ ALSO

Related posts

ચૂંટણી પંચે બંધારણીય સત્તાનો ઉપયોગ કરી રાજ્યસભાની ચૂંટણી વધુ સમય સુધી રાખી મોકૂફ

Mansi Patel

સંકટમાં પણ પાકિસ્તાને નથી છોડી ‘સ્વામી ભક્તિ’, Corona માટે ચીન નહીં આ દેશને ઠેરવ્યો જવાબદાર

Bansari

PM મોદીનો નવો મંત્ર: દીવો કરો, કોરોના ભગાવો, દેશવાસીઓ પાસે માગી 9 મિનિટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!