GSTV
India News Trending

ગુજરાતી કે વિદેશી? / ઓસ્કાર માટે એન્ટ્રી થતા ફિલ્મ છેલ્લો શો વિવાદમાં, એફડબલ્યુઆઇસીઇ કહ્યું આ વિદેશી ફિલ્મ

તાજેતરમાં જ ઓસ્કાર માટે પસંદ કરવામાં આવેલી ગુજરાતી ફિલ્મ છેલ્લો શો વિવાદમાં આવી છે. એફડબલ્યુઆઇસીઇ કહે છે કે, આ એક વિદેશી ફિલ્મ છે. એની ઓસ્કાર માટે પસંદગી ભારત પર ખરાબ અસર પાડશે.

પાન નલિનની ફિલ્મ છેલ્લો શો વિવાદમાં આવી ગઈ છે. આ ફિલ્મને 2023 ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (એફડબલ્યુઆઇસીઇ) એ તેનો વિરોધ કર્યો છે. એફડબલ્યુઆઇસીઇ કહે છે કે આ ફિલ્મ ભારતીય ફિલ્મ નથી. તેણે એમ પણ કહ્યું કે ફિલ્મની પસંદગીની પદ્ધતિ યોગ્ય નથી અને જ્યુરીને વિખેરી નાખવી જોઈએ. તમને જણાવી દઈએ કે છેલ્લો શોની પસંદગીની જાહેરાત ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એફએફઆઇ) દ્વારા કરવામાં આવી હતી. તેનું અંગ્રેજી શીર્ષક લાસ્ટ ફિલ્મ શો છે. આ ફિલ્મ ભારતમાં 14 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

એફડબલ્યુઆઇસીઇના પ્રમુખ બી.એન તિવારીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આ ભારતીય ફિલ્મ નથી અને પસંદગીની પ્રક્રિયા પણ ખોટી હતી. આરઆરઆર અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ઘણી ફિલ્મો હતી પરંતુ જ્યુરીએ વિદેશી ફિલ્મ પસંદ કરી હતી, જેને સિદ્ધાર્થ રોય કપૂરે ખરીદી હતી.

તિવારીએ કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મ ફરીથી પસંદ થવાની પ્રોસેસમાં જાય અને હાલમાં જે જ્યુરી છે, તેને વિખેરી નાખવામાં આવે.” તેમાંથી અડધા લોકો ઘણા વર્ષોથી અહીં છે અને તેમાંથી મોટા ભાગના મૂવી જોતા નથી અને મત આપે. જો મત આ આપી દે છે. ધ લાસ્ટશો ફિલ્મને ઓસ્કાર માટે મોકલવામાં આવશે તો ભારતને ખરાબ અસર થશે. આ ઈન્ડસ્ટ્રી મોટી સંખ્યામાં ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. તેમણે કહ્યું કે તેઓ આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પણ પત્ર લખશે.

READ ALSO

Related posts

વધુના સ્તન અને માથા પર થુંકીને આપવામાં આવે છે આશીર્વાદ, સદીઓથી નિભાવવામાં આવે છે આ પરંપરા

Damini Patel

દક્ષિણ આફ્રીકા ટી-20 શ્રેણી / દિપક હુડ્ડા ઈજાગ્રસ્ત, આ 3 ખેલાડીઓને કરાયા ટીમ ઈન્ડિયામાં સામેલ

Hemal Vegda

વ્યાજખોરોનો ત્રાસ/સુરતમાં વ્યાજખોરીના નામે દાદાગીરી કરતા બે શખ્સને પોલીસે દબોચ્યા, મારઝૂડ કરી કરતા હતા દબાણ

HARSHAD PATEL
GSTV