સોયાબીન સહિતના પાકો ભાદરવા માસમાં પાછોતરા વરસાદને લઈને પાકો સડી તેમજ નિષ્ફળ જવા પામ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં તો ભાદરવા માસના પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ,લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી,પરંતુ છેલ્લા એક અઠવાડિયા જેવી વરાપ નીકળતા ખેડૂતોને બગડેલા ફરીથી સારા થવાની આશા બંધાણી હતી, જેમને લઈને ખેડૂતોએ પાક ઉપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆત કરી હતી અને મગફળીના પાકના પાથરા પોતાના ખેતરમાં કર્યા હતા પરંતુ છેલ્લા બે,ત્રણ દિવસ થયા નવરાત્રીના પહેલા તેમજ બીજા દિવસે વીરપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો જેમને લઈને ખેડૂતોએ પાક ઊપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆતમાં જ મગફળીના પાકના પાથરા વરસાદી પાણીમાં પલળી ગયા હતા અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા હતા જેમને લઈને મગફળીનો પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જવાની દહેશત સર્જાઈ છે.

પાક માંથી માંડ બે કે ચાર મણ હાથમાં આવશે
વીરપુર પંથકના ખેડૂતોએ GSTV સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસ થી વરાપ નીકળતા મગફળીનો પાક લણવા માટે પોતાના ખેતરોમાં પાથરા કર્યા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસ વરસાદને લઈને મગફળીના પાથરા પલળી ગયા હતા જેમને કારણે મગફળીનો સંપૂર્ણ પાક સડી જઈ નિષ્ફળ જાય તેમ છે મગફળી વરસાદી પાણીમાં પલળતા પશુઓ માટે નિરણ કે ચારો પણ મેળવી શકાય તેમ નથી અને વિધે 20 મણ જેટલો પાકનો ઉતારો આવવાની આશા હતી પરંતુ હવે તે પાક માંથી માંડ બે કે ચાર મણ હાથમાં આવે તેમ છે, વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોના પાકનો સર્વે અત્યારે રાજકોટ જિલ્લામાં 95% જેટલો થઈ ગયો છે પરંતુ વીરપુર પંથકમાં કોઈ સરકારી અધિકારીઓ કોઈપણ જાતનો પાકનો સર્વે કરવા હજુ સુધી ડોકાયા નથી કે આવ્યા પણ નથી માટે સરકાર સત્વરે ખેડૂતોના નિષ્ફળ ગયેલા પાકોનું સર્વે કરાવી તાત્કાલીક ખેડૂતોને સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો