GSTV

મોટા સમાચાર/ ગુજરાતના ખેડૂતોને રૂપાણીએ આપી આ ખુશખબર, 56 લાખ ખેડૂતોને આપશે આ લાભ

ખરીફ પાકમાં ખેડૂતો આકાશી ખેતી કરે છે અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તેવા સંજોગોમાં પાકને નુકસાન થાય છે. આગામી મહિનાઓમાં પણ જો વરસાદ પડશે તો ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકારનું મન ખુલ્લુ છે, ચોક્કસ સહાય કરીશું એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ખેડૂતોને ઊંચુ પ્રીમીયમ ભરવું ન પડે, એ  જ ભાવનાથી આ યોજના જાહેર કરવામાં આવી  છે. ખેડૂતોને ઇનપુટ ખર્ચ માટે સબસીડી તરીકે સહાય આપવાનો નિર્ણય કરાયો છે. આપણે ખેડૂતોના હિત માટે દુષ્કાળની વ્યાખ્યા નક્કી કરી છે.

જે વિસ્તારમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડે એને અછતગ્રસ્ત વિસ્તાર ગણતા હતા. હવે આ યોજનામાં 10 ઇંચથી ઓછો વરસાદ પડયો હોય એને અસરગ્રસ્ત વિસ્તાર ગણવામાં આવશે. ખેડૂતોને સહાયરૂપ થવા માટે આ વર્ષથી અમલી બનાવેલ આ યોજનામાં આગામી સમયમાં જરૂર હશે તો પરિસ્થિતિને અનુલક્ષીને ધોરણો સુધારવા માટે પણ અમારી સરકારનું મન ખુલ્લું છે.

કિસાન સહાય યોજના હેઠળ રાજ્યના 56 લાખથી વધુ ખેડૂતોને ખરીફ તુલનામાં તમામ પાકો માટે આવરી લેવાશે. ખરીફ તુલનામાં થયેલ પાકની નુકસાનની ટકાવારી 30 થી 60 ટકા હોય તો હેક્ટરદીઠ રૂા.20 હજારની સહાય વધુમાં વધુ 4 હેક્ટર સુધીની મર્યાદામાં આ સહાય ચૂકવાશે.

60 ટકાથી વધુ પાક નુકસાની હોય તો હેક્ટરદીઠ રૂા.25 હજારની સહાય 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. અન્ય યોજનામાં પ્રીમીયમ લેવાય છે આ યોજનામાં કોઇ પ્રીમીયમ લેવાશે નહી.

READ ALSO

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

ઓનલાઇન મેડિસીનના વેચાણના કારણે સ્થાનિક દવા વેપારીઓને ભારે નુકસાન

Nilesh Jethva

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!