GSTV

Big Breaking / અતિવૃષ્ટીને લઈ ગુજરાત સરકારે રાહત પેકેજની કરી જાહેરાત, હેક્ટર દીઠ ખેડૂતોને મળશે 6,800 રૂપિયા

જીતુ

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

અતિવૃષ્ટીથી થયેલ પાક નુકસાનીને લઇને રાજ્ય સરકારે બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં 9 જિલ્લાના ખેડૂતો માટે રૂપિયા 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરાઇ છે. આ રાહત ખેડૂતોને એસડીઆરએફ અંતર્ગત ચૂકવાશે. જેમાં ખેડૂતોને 2 હેકટરની મર્યાદામાં હેકટર દિઠ રૂપિયા 6800ની સહાયની જાહેરાત કરાઇ છે. જે માટે 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બરથી પોર્ટલના આધારે અરજી સ્વીકારાશે. અરજી માટે ખેડૂતોએ કોઇપણ પ્રકારની ફી ચૂકવવાની નથી.

આ સહાયનો લાભ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતોને મળશે.

અતિવૃષ્ટી સહાય ૨.૦

  • ૯ જિલ્લાના ખેડૂતો માટે ૫૩૧ કરોડના રાહત પેકેજની જાહેરાત
  • એસડીઆરએફ અંતર્ગત ચૂકવાશે સહાય
  • ૨ હેકટરની મર્યાદામાં હેકટર દીઠ ૬૮૦૦ની સહાય
  • ૬ ડિસેમ્બરથી પોર્ટલના આધારે આેનલાઇન અરજી સ્વીકારાશે
  • અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, જૂનાગઢ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાને લાભ મળશે

ચોમાસાના આખરી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતાં જેના કારણે ખેડૂતોને પાકને નુકશાન થયું હતું. આ અંગે મુખ્યમંત્રી એ સર્વે કરાવ્યો હતો તે પૂર્ણ થયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બીજા તબક્કાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 9 જિલ્લાના 1530 ગામડાના 5 લાખ જેટલા ખેડૂતો માટે 531 કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે 1530 ગામોના 5 લાખ જેટલા ખેડૂતોને 7.65 લાખ હેકટરમાં નુકસાનીનું વળતર આપવાનું નક્કી કર્યું છે.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!