GSTV

રૂપાણી સરકાર ભરાશે : ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન ધમધમવાની સંભાવના, થઈ રહી છે અંદરખાને બેઠકો

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લાં સાતેક મહિનાથી દિલ્હી ર્બોર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આગામી 26મી જૂને પણ ખેડૂતોએ કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવા નક્કી કર્યું છે. આ તરફ કૃષિ આંદોલનના સમર્થનમાં આજે ગુજરાતના વિવિધ શહેરોમાં ય ખેડૂત સંગઠનોએ દેખાવો કર્યા હતાં. આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એક વાર કૃષિ આંદોલન ધમધમે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

ગુજરાતના ખેડૂતો દિલ્હી બોર્ડર પર જઇને આંદોલનમાં પણ ભાગ લઇ ચૂક્યાં છે

ગુજરાતના ખેડૂતો ય કૃષિ કાયદાના વિરોધમાં છે. કેટલાંય ખેડૂતો દિલ્હી બોર્ડર પર જઇને આંદોલનમાં ભાગ લઇ ચૂક્યાં છે. ગુજરાતના ખેડૂતોએ પણ કૃષિ આંદોલનને સમર્થન આપવા એક લાખ સહી લેવા લક્ષ્યાંક રાખ્યો હતો.

આજે ઉપલેટા, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી અને વડોદરા સહિતના શહેરો, જિલ્લા મથકોએ ખેડૂતો કલેકટરને આવેદન પત્ર પાઠવી માંગ કરી હતી કે, કેન્દ્ર સરકાર કૃષિ કાયદાને રદ કરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરે અને અસંગઠિત કામદારોને મહિને રૂા.7500 વેતન આપે.

એવુ જાણવા મળ્યું છે કે, દિલ્હી બોર્ડર પર ફરી ખેડૂત આગેવાનોએ 26મી જૂને રાજભવન સામે દેખાવો કરવા એલાન કર્યું છે ત્યારે ગુજરાતમાં ય ખેડૂતો અંદરખાને બેઠકો યોજી વિરોધ પ્રદર્શન કરવા રણનીતિ ઘડી રહ્યાં છે. આમ, ગુજરાતમાં ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં સરકાર સામે લડત લડવા વાઘા સજાવી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!