GSTV

પેટા ચૂંટણી પહેલા ખેડૂતોને રિઝવવા ગુજરાત સરકારે ખેલ્યો મોટો દાવ, સૌરભ પટેલે વીજળી અંગે કરી આ જાહેરાત

જે માગને લઈને ખેડૂતો લાંબા સમયથી સરકાર પાસે રજૂઆત કરી રહ્યા હતા તે માગને આખરે સરકારે પુરી કરી છે. ગુજરાત સરકારે ખેડૂતોને દિવસે વીજળી આપવાનો નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી ઉર્જામંત્રી સૌરભ પટેલે આપી હતી. નોંધનીય છે કે રાત્રી દરમિયાન વીજળી આવતી હોવાથી જે વિસ્તારમાં જંગલી જાનવરોનો ખતરો છે તેમને મોટી રાહત મળશે.આ સુવિધાનો રાજ્યના 17.25 લાખ ખેડૂતોને લાભ મળશે.તો બીજી તરફ કિસાન સર્વોદય યોજનાનુ PM ઉદ્ઘાટન કરશે. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે. બે કે ત્રણ વર્ષમાં યોજનાની કામગીરી પૂર્ણ થશે. આગામી 24 તારીખે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. તો હાલમાં પાયલોટ પ્રોજેકટ જૂનાગઢ જિલ્લામાં શરૂ કરવામાં આવશે. જંગલ વિસ્તાર હોવાથી આ જિલ્લાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલમાં જૂનાગઢ જિલ્લાના 220 ગામને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

વીજળી

સવારે 5થી સાંજે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૌરભ પટેલે જણાવ્યું સવારે 5થી સાંજે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. નોંધનિય છે કે દિવસે વીજળી માટે 11 થી 13 હજાર મેગા વોટ વીજળીની જરૂર પડે છે. આ સુવિધાનો લાભ જૂનાગઢના 220 ગામોને મળશે. તો બીજી તરફ ગીર સોમનાથના 143 ગામ અને દાહોદના 692 ગામોને દિવસે વીજળી આપશે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનું માળખું ઉભું કરતા 3 વર્ષ જેટલો સમય લાગશે. કિસાન સૂર્યોદય યોજના માટે સરકારે નવું માળખું ઉભુ કરવાનું છે. આ અંગે ગુજરાત સરકારે 2020-21ના બજેટમાં 3500 કરોડની જોગવાઈ કરી છે. 3500 કરોડ રૂપિયા આગામી 3 વર્ષમાં ખર્ચ કરીને માળખું બનાવવાનું છે. આ યોજનાને લાગુ કરવા માટે 220 કેવી ટ્રાન્સમિશનની 20 લાઈનો સરકારે નવી નાખવી પડશે. 132 કેવી ટ્રાન્સમિશનની 1 લાઈન નવી નાખે પછી કામ આગળ વધશે. 66 કેવી ટ્રાન્સમિશનની રાજ્યમાં 233 લાઈનો નાખવી પડે તેમ છે.

220 કેવીના સબ ટેશન બનાવવામાં આવશે

હાલમાં સરકાર 6000 થી 6500 મેગા વોટ વીજળી આપવામાં આવી રહી છે. જે આગામી સમયમાં 11000 મેગા વોટ વિજળી આપવામાં આવશે. જે માટે હવે 220 કેવીના સબ ટેશન બનાવવામાં આવશે. આગામી 2 વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે પહેલા ફેઇઝમાં દાહોદ જિલ્લાને સમાવવામાં આવશે. જેના 692 ગામડાને લાભ આપવામાં આવશે.

READ ALSO

Related posts

દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર

pratik shah

અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!

pratik shah

ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!