GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ગુજરાતમાં સફરજનની ખેતી: કચ્છના ખેડૂતે અશક્યને શક્ય કરી બતાવ્યું

કચ્છના ખેડૂતો ધારે તો કોઈપણ પરિણામ મેળવી શકે છે. એના ઉદાહરણના રૃપે ઠંડો પ્રદેશ ગણાતા હિમાચલ પ્રદેશમાં થતા સફરજન ગરમીનો પ્રદેશ ગણાતા કચ્છમાં ઉગાડીને સફળતા મેળવી છે. નખત્રાણા તાલુકાના ખીરસરા (રોહા)માં રહેતા ખેડૂતે સફરજનની ખેતી કરીને સફળતા મેળવી છે.

આ ખેડૂત શાંતિલાલ દેવજી માવાણી સફરજનના વાવેતર માટે ચારથી પાંચ વર્ષથી ટ્રાય કરતા હતા. કચ્છમાં આ સફરજન થતા નથી. જયારે ટીસ્યુકલચર કરેલા રોપાને ૪૫થી ૪૭ ડીગ્રી ટેમ્પ્રેચર હોય તો માફક આવી જાય છે. સફરજનના ઝાડને વધારે તડકો ના લાગે એ માટે બે મિટરની ગ્રીન નેટ બેથી ત્રણ ફૂટ બાંધીને છાંયડો કરવામાં આવે છે અને બે વર્ષમાં ફળ આવી જાય છે. શરૃઆત છે એટલે એક ઝાડમાં ઓછામાં ઓછા આઠથી દસ અને વધારેમાં વધારે પાંત્રીસથી છત્રીસ ફળ આવે છે. આવતા વર્ષથી ફળમાં વધારો થશે.

આ સફરજનના રોપા હિમાચલ પ્રદેશમાંથી લઈ આવીને અહીં વાવેતર કર્યું છે. હિમાચલાથી ખીરસરા(રોહા) પહોંચતા આ એક રોપો ૨૮૦ રૃપિયામાં પડયો છે. આમાં બે પ્રકારના રોપા એક બીજમાંથી સિડલિંગ દાણામાંથી ઉછેરવામાં આવતો રોપા જે ૧૦૦ રૃપિયામાં પડે છે. જ્યારે સફરજનના ઝાડના મુળિયામાંથી લેબોરેટરીમાં ટીસ્યુકલચરમાંથી બનાવેલ રોપ ૨૫૦ રૂપિયામાં મળે છે. જેની હાઈટ દશ ફૂટની હોય છે. જેનું વાવેતર દસ બાય દસના અંતરે કરવામાં આવે છે. અને આ રોપાની ખાસિયત એ છે કે બે વર્ષ બાદ તેમાં ફાલ આવી જાય છે. જયારે સિડલિંગ કરેલા રોપાના ઝાડ મોટા થાય છે. જેથી જગ્યા વાધારે રાખવી પડે છે અને પાંચ વર્ષ પછી તેમાં ફાલ આવે છે.

આ સફરજનના પાકમાં થ્રિપ્સ અને ઈયળ આવે છે. જે દાડમના પાક જેટલો જટિલ પ્રશ્ન ના હોવાથી તાત્કાલિક જતો રહે છે. સફરજનના છોડને વહેતુ પાણી જોઈએ છે જેમાં ડુંગરાળ કે પાથરાળ જમીન વાધારે માફક આવે છે અહીં કચ્છમાં આવી જમીન ન હોવાથી આ ઝાડની બાજુમાં માટીની ઉંચી બેડ બનાવવામાં આવે છે.જેથી કરીને પાણીનો ભરાવો થતો નથી. ખીરસરા ગામનું ૭૫૦થી ૯૦૦ ટી.ડી.એસ.નું પાણી છે. જે આ સફરજનના પાકને માફક આવી ગયું છે. વાતાવરણ નબળું હોય તો જીવામૃત દવા અને બેક્ટેરિયા ખાતર નાખવામાં આવે છે. હાલ કોઈ એક્સ્ટ્રા માવજત નથી કરવી પડતી. આ વર્ષે મહેનત સફળ બની છે.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!