GSTV

ગુજરાત ભાજપનાં ભિષ્મ પિતામાહ અને પૂર્વ CM કેશુભાઈનું નિધન, આવી હતી RSS પ્રચારકથી GPPનાં અધ્યક્ષ સુધીની તેમની રાજકીય સફર

ગુજરાતનાં 10માં મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું આજે નિધન થયુ છે. ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઇ પટેલને અચાનક શ્વાસ લેવામાં  તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં એકાએક તેમનું નિધન થયું છે. ધારીની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેશુભાઇ પટેલના નિધન અંગે દુ:ખ વ્યક્ત કર્યું.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્વાસ લેવામાં તકલીફ થવાના લીધે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતાં. તેઓની વય 92 વર્ષની હતી. તેઓ ગુજરાતમાં ભાજપના સૌપ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. ગુજરાતમાં ભાજપના તેઓ પાયાના પથ્થર હતા. પણ તેમની કર્મભૂમિ તો RSS હતી. તેઓ આજીવન આરએસએસના નિષ્ઠાવાન કાર્યકર રહ્યાં હતાં. તેમણે પાંચ વર્ષ સુધી ગુજરાતમાં ભાજપના શાસનની ધુરા સંભાળી હતી.

1945થી રાજકારણમાં કાર્યરત કેશુબાપાનો જન્મ ગુજરાતનાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 24, જુલાઈ 1928નાં રોજ થયો હતો. પોતાની લાંબી રાજકીય કારર્કિદીમાં બાપાએ આરએસએસ પ્રચારકથી ગુજરાતના મુખ્યમંત્રી સુધીની સફર ખેડી છે. 14 March 1995થી 21 October 1995 અને 4 March 1998થી 6 October 2001 સુધી 1533 દિવસ સુધી મુખ્યમંત્રી રહેલા કેશુભાઈએ અનેક રાજકીય ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.

આરએસએસ પ્રચારક તરીકે પોતાની રાજકીય કારર્કિદી શરૂ કરનારા કેશુભાઈ પટેલને છ સંતાનોમાં પાંચ પુત્ર અને એક પુત્રી છે. છ સંતાનો પૈકી એક પુત્ર ભરત પટેલ રાજકારણમાં સક્રિય છે. કેશુભાઈ પટેલે 2014માં ખાલી કરેલી વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ભરત પટેલ ચૂંટણી લડ્યો હતો. જો કે કોંગ્રેસના સભ્ય સામે તેની હાર થઈ હતી. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા.

કેશુભાઈ પટેલની રાજકીય કારર્કિદી

 •  વિસાવદરમાં જન્મેલા કેશુભાઈ પટેલ વર્ષ 1945માં રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા.
 •  કટોકટી દરમ્યાન કેશુભાઈએ જેલવાસ પણ ભોગવ્યો.
 •  ત્યાર બાદ વર્ષ 1960માં તેઓ જન સંઘમાં કાર્યકર્તા તરીકે જોડાયા, તેઓ જનસંઘના સ્થાપક સભ્ય પણ હતા.
 •  કટોકટી બાદ જનસંઘ અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બની અને કેશુભાઈ 1977માં રાજકોટથી લોકસભા ચૂંટણી લડ્યાં.
 •  જો કે બાદમાં આ પદેથી રાજીનામુ આપી તેઓ બાબુભાઈ પટેલની જનતા મોરચાની સરકારમાં વર્ષ 1978-1980ના સમયગાળામાં કૃષિમંત્રી રહ્યાં.
 •  વર્ષ 1978થી 1995 દરમ્યાન તેઓ કાલાવડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
 •  આ વચ્ચે વર્ષ 1980માં જન સંઘનું વિલીનીકરણ થતા તેઓ નવી બનેલી ભારતીય જનતા પાર્ટીમાં વરિષ્ઠ આયોજકની ભૂમિકામાં ઉભરી આવ્યા.
 •  કેશુભાઈએ નેશનલ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી અને જેના પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત મળી.
 •  કેશુભાઈ માર્ચ-1995માં ગુજરાતનાં 10માં મુખ્યપ્રધાન બન્યા, જો કે આઠ મહિનામાં તેઓને રાજીનામુ આપવુ પડ્યું.
 •  ત્યાર બાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને કેશુભાઈ ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન રહ્યાં.
 •  2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યાં અને રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા.
 •  ત્યાર બાદ ભાજપમાંથી રાજીનામુ આપી કેશુભાઈએ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી.
 •  2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી.
 •  જો કે માત્ર બે વર્ષના સમયગાળામાં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ હતું.
 •  વર્ષ 2014ની શરૂઆતમા જ જીપીપીના અધ્યક્ષ પદેથી પણ રાજીનામુ આપી રાજકારણને અલવીદા કર્યું.

READ ALSO

Related posts

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેરની આ પ્રમુખ ક્લબો આજથી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Nilesh Jethva

અમદાવાદમાં નાઈટ કર્ફ્યૂ દરમિયાન બીઆરટીએસ આટલા વાગ્યા સુધી જ ચાલુ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!