GSTV

ગુજરાત વિદ્યુત બોર્ડે વીજ દરમાં યુનિટ દીઠ આટલા પૈસાનો કર્યો વધારો

Last Updated on February 2, 2019 by

ગુજરાત વિદ્યુત બોર્ડે વીજ દરમાં યુનિટ દીઠ 28 પૈસાનો વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતના 1.40 કરોડ વીજગ્રાહકોને માથે મહિને રૂપિયા 224 કરોડનો વધારાનો ખર્ચ બોજ પડવાનો છે. ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કરાયેલો આ વધો ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ ફોર્મ્યુલા હેઠળ કરવામાં આવ્યો છે. વીજઉત્પાદનના મોરચે કરવામાં આવેલી અત્યંત કંગાળ કામગીરી આ ભાવવધારા માટે જવાબદા હોવાનું આ સેકટરના નિષ્ણાંતો માની રહ્યા છે.

વર્ષો સુધી વિવાદ કર્યાપછી અદાણી પાવરે ગુજરાત સરકારની વીજ કંપનીઓને વીજ પૂરવઠો આપવાનું ચાલુ કર્યુ તે પછી આ વીજ દર વધારો કરાયો છે. સરકારી વીજ કંપનીઓએ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જમાંથી યુનિટ દીઠ પાંચ રૂપિયા 49ના યુનિટદીઠ ભાવે ગત ઓક્ટોબર અને વેમબ્રમાં વીજળી ખરીદી હતી. જેને લઈને ભાવ વધાર કરવાની ફરજ પડી છે. અદાણી અને ટાટા પાવર દ્વારા લેવાતા વેરિયેબલ ચાર્જમાં એકાએક વધારો કરી દેવામાં આવ્યો છે. આ અંગનો કેસ હજુ પેન્ડિંગ છે. છતાં પણ વીજ દરમાં ભાવ વધારો કરી દેવાયો છે.

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!