ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજ રોજ પ્રથમ તબક્કાનું મતદાન 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયું છે. બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલની ઘટના જોવા મળી હતી. જો કે એવી કોઈ ઘટના ન રહી હતી કે જેના લીધે મતદાનમાં તેની કોઈ માઠી અસર થાય. પ્રથમ તબક્કામાં સરેરાશ 60 ટકા મતદાન થયું કે જે ગત ચૂંટણીની સરખામણીએ ઘણું ઓછું છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 72.32 ટકા અને સૌથી ઓછું અમરેલી 52.73 ટકા મતદાન થયેલું જોવા મળે છે. પાછળના વર્ષમાં પ્રથમ તબકકામાં 68 ટકા મતદાન થયેલું હતું.

ક્યાં જિલ્લામાં કેટલું મતદાન થયું ?
- અમરેલી – 57.06%
- ભરૂચ – 63.08%
- ભાવનગર – 57.81%
- બોટાદ – 57.15%
- ડાંગ – 64.84%
- દ્વારકા – 59.11%
- ગીર સોમનાથ – 60.46%
- જામનગર – 56.09%
- જૂનાગઢ – 56.95%
- કચ્છ – 55.54%
- મોરબી – 67.65%
- નર્મદા – 73.02%
- નવસારી – 66.62%
- પોરબંદર – 53.84%
- રાજકોટ – 57.68%
- સુરત – 60.01%
- સુરેન્દ્રનગર – 60.71%
- તાપી – 72.32%
- વલસાડ – 65.29%
READ ALSO
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે