વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનું કેન્દ્ર નરેન્દ્ર મોદી બની ગયા હોય એવું લાગે છે. વાત સમર્થનની હોય કે વિરોધની હોય મોદી મોદીના નારા ચારે તરફ ગુંજી રહ્યા છે. 27 વર્ષથી સતત જીતતી ભારતીય જનતા પાર્ટીમાં 21 વર્ષ નરેન્દ્ર મોદીના રહ્યા છે. વિરોધ અને સમર્થન દરેકનું કેન્દ્ર નરેન્દ્ર મોદી જ રહેશે.

રાજ્યમાં હાલમાં એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી જાણે કેન્દ્ર બિંદુ બની ગયા હોય. ભાજપ અનુસાર 2001 માં થયેલો ભૂકંપમાંથી જે રીતે ફરીથી ગુજરાત બેઠું થયું છે તે નરેન્દ્ર મોદીના હોવાથી શક્ય બન્યું છે. આ ઉપરાંત નર્મદાથી પાણી લાવવાનું કામ હોય કે ગિરનારમાં રોપવે બનાવવાનું હોય, આ દરેક બાબતો નરેન્દ્ર મોદીના હોવાથી જ શક્ય બની હોય એવો ભાજપ હાઉ ઉભો કરે છે.

ગુજરાતમાં યુનિવર્સિટી લાવવાનું, ફોરેન્સિક, ડિફેન્સ, ચિલ્ડ્રન અને ઉર્જા યુનિવર્સિટી લાવવાનું કાર્ય મોદી રાજમાં જ થયું હોવાનું ભારતીય જનતા પાર્ટીમાં ઘૂંટાવાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ છે કે નહીં? અને આ સવાલનો જવાબ ખૂદ ભારતીય જનતા પાર્ટી જ આપી શકે છે.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા