GSTV
Home » News » પરેશ રાવલે પોતાના વિવાદિત નિવેદન માટે માગી માફી કહ્યું “રાજપૂતો આ દેશનું ગૌરવ છે”

પરેશ રાવલે પોતાના વિવાદિત નિવેદન માટે માગી માફી કહ્યું “રાજપૂતો આ દેશનું ગૌરવ છે”

રાજકોટમાં ચૂંટણી પ્રચારે આવેલા પરેશ રાવલે કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન વિવાદિત નિવેદન કર્યું. પરેશ રાવલે કહ્યું કે સરદાર પટેલે રાજા-રજવાડાના વાંદરાઓને સરખા કર્યા. સરદારને મારાથી વધુ કોઈ જાણતું નથી.

પરેશ રાવલના આવા નિવેદનથી કરણી સેના ભડકી અને વિરોધ કર્યો. જો કે નિવેદનના થોડા જ સમયમાં પરેશ રાવલે માફી માગી અને પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું દીલગીર છું. મેં હૈદરાબાદના નિઝામ અંગે નિવેદન આપ્યું હતું. રાજપૂતો આ દેશનું ગૌરવ છે.

રાજકોટમાં પરેશ રાવલે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, “સરદાર પટેલે સમગ્ર દેશને એક કર્યો હતો અને રાજા-રજવાડાઓનાં વાંદરાઓને સરખા કર્યા હતા-સીધા કર્યા હતા”. પરેશ રાવલના આ નિવેદનથી વિવાદ સર્જાયો હતો.

જેના લીધે કરણીસેનાના આગેવાન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, પરેશ રાવલે દેશ માટે પોતાના રજવાડા સમર્પિત કરી દેનાર રાજવીઓનું અપમાન કર્યું છે. આ અપમાન ક્ષત્રિય સમાજ સાંખી લેશે નહીં.  પરેશ રાવલ માફી નહીં માગે તો તેમની સામે આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. એના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં કરણીસેનાના કાર્યકરો રવિવારે પરેશ રાવલના પૂતળાં બાળી વિરોધ કરશે.

દરમિયાન ભાજપના પ્રવક્તા રાજુ ધ્રૂવે જણાવ્યું હતું કે, પરેશ રાવલે રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોય તો માફી માગી તેમનો ઇરાદો રાજવીઓની ભૂમિકા ઓછી આંકવાનો ન હતો એવી સ્પષ્ટતા કરી છે.

Related posts

જમ્મુ-કાશ્મીરને ફરી રક્તરંજીત કરવાના નાપાક ઇરાદાનો પર્દાફાશ, હાઈવે પર ગોઠવ્યો હતો આઈઈડી

Mayur

સંવેદનશીલ સરકારે 2 યુવાનોના મોત પર કહ્યું ‘અકસ્માત તો સ્વાભાવિક પ્રક્રિયા’ મેયરે પણ મર્યાદા ન જાળવી

Mayur

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, નેવીને લાગી ગઈ લોટરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!