GSTV
Home » News » ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણી પણ મતદાન હરિયાણા અને મહારાષ્ટ્રની સમકક્ષ

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણી પણ મતદાન હરિયાણા અને મહારાષ્ટ્રની સમકક્ષ

ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે.

બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું છે. સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે મતદાન કર્યું છે. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું છે.

બાયડના લીંબ-2માં ઇવીએમ મશીન ખોરવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ વોટિંગ કરી શક્યા નથી કારણ કે બંને અમદાવાદ જિલ્લાના મતદારો છે. ત્યારે ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં કેટલું વોટિંગ થયું તેના પર નજર કરીએ.

બેઠકમતદાનની ટકાવારી
રાધનપુર17
ખેરાલુ12
લુણાવાડા17
બાયડ20
અમરાઈવાડી12.70
થરાદ22

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi

રાખી સાવંતના ફેક પતિ દીપકે કરી એવી હરકત, મહિલાએ માર્યો જોરદાર થપ્પડ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!