GSTV
ELECTION BREAKING -2022 Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

GUJARAT ELECTION / PHOTOમાં જુઓ દિગ્ગજ નેતાઓથી લઈ રાજવી પરિવારના યુવરાજ સુધી કોણે-કોણે કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર) ચૂંટણી મેદાનમાં છે, ત્યારે ફોટોમાં જોઈએ ક્યાં કોણે કર્યું મતદાન…

01- કેન્દ્ર સરકારના આયુષ રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ મતદાન કર્યું.

02- ક્રિકેટર જાડેજાના પિતા અને બહેને કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો : અનિરુદ્ધ સિંહ જાડેજા અને નયના જાડેજા (રવીન્દ્ર જાડેજાના પિતા અને બહેન)એ જામનગરના મતદાન મથક પર મતદાન કર્યું. ક્રિકેટર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તરમાંથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે અનિરુદ્ધ અને નયનાએ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે.

03- ગુજરાત: રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષે સુરતમાં મતદાન કર્યું.

04- મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ છગનભાઇ પટેલે નવસારીમાં પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી.

05- ભાજપ નેતા ગણપતસિંહ વસાવાએ પોતાના વતન વાડી ગામે લાલજી વસાવા ઉચ્ચતર શાળામાં મતદાન કર્યું. ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ગણપતસિંહ વસાવાએ તેમના પત્ની નીલમ બેન સાથે મતાધિકાર ઉપયોગ કર્યો. તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી અને પોતાની જીત અને ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

06- સુરતમાં ભત્રીજા (અલ્પેશ કથિયિરિયા) એ લીધા કાકા (કુમાર કાનાણી)ના આશિર્વાદ

07- હર્ષ-પાટીલે ચાની ચૂસકી લીધી

08- સુરતના મેયર હેમાલી બોઘાવાલા આજે સાઇકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં.

09- બે ધારાસભ્યોએ કર્યું મતદાન

ગુજરાતની 2 વિધાનસભાના ઉમેદવારોએ એક જ મતદાન મથકે કર્યું મતદાન. ભાજપના ઉત્તર વિધાનસભાના ઉમેદવાર કાંતિ બલર અને વરાછા બેઠકના ઉમેદવાર કુમાર કાનાણીએ એક જ મતદાન મથકે કર્યું મતદાન.

10- બારડોલી નગરમાં રહેતા કિન્નર સમાજના 25 જેટલા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

11- ગહમંત્રી હર્ષ સંઘવીએ સપરિવાર મતદાન કર્યું છે. મતદાન બૂથ પર હર્ષ સંઘવીએ વડીલોના આશીર્વાદ લીધા હતા.

12-ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદાન કર્યું.

13- રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા હતા, બાદમાં કલેક્ટરને ફોન કરીને પોતે આઈડી કાર્ડની હાર્ડ કોપી ભૂલી ગયા હોવાની રજૂઆત કરતા મતદાન કરવા દેવાયું હતું.

14- દિવ્યાંગો અને વૃદ્ધોમાં અપાર ઉત્સાહ

15- રવિન્દ્ર જાડેજા અને પત્ની રિવાબાએ કર્યું મતદાન

16- ભાવનગર રાજવી પરીવારના યુવરાજે મતદાન કર્યું

17- પરેશ ધાનાણી સાયકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા પહોંચ્યા

18- માંધાતાસિંહ પરિવારે કર્યું મતદાન

READ ALSO

Related posts

બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો

Padma Patel

ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત

Padma Patel

ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત

Padma Patel
GSTV