GSTV

મનપા ચૂંટણી પરિણામ: મતગણતરી પહેલાં જ અમદાવાદના આ વોર્ડમાં ભાજપની જીત, કોંગ્રેસને આ ભૂલ ભારે પડી

ભાજપ

ગુજરાત મહાનગર પાલિકાની ચૂંટણી(Gujarat Municipal Election Result 2021)માં મતગણતરી શરૂ થઇ ગઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ તમામ 6 સીટો પર ભાજપ આગળ છે. તેવામાં અમદાવાદના નારણપુરા વોર્ડમાં ભાજપનો એક ઉમેદવાર પહેલાથી જ બિનહરીફ હોવાના કારણે પહેલાં જ જીત નોંધાવી ચુકી છે. તેવામાં ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે ભાજપ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત હાંસેલ કરશે. તેમણે ટ્વીટર પર લખ્યું કે આવતીકાલના પરિણામમાં ભારતીય જનતા પાર્ટીના કામોના સુશાસનની પારદર્શકતાની ઝલક જોવા મળશે.

ભાજપ

કોંગ્રેસની ભૂલ, ભાજપને ફાયદો

નારણપુરા વોર્ડ એસસી મહિલા સીટ હતી પરંતુ કોંગ્રેસની ભૂલના કારણે અહીં એક સામાન્ય વર્ગની મહિલાને ટિકિટ આપવામાં આવી. આ જ કારણે નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નોમિનેશન પરત ખેંચ્યુ હતુ. કોંગ્રેસની આ ભૂલથી ભાજપને ચૂંટણી લડ્યા વિના જ એક સીટ હાંસેલ થઇ ગઇ.

મતદાન

ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 46.1 ટકા મતદાન

રાજ્ય ચૂંટણી આયોગ અનુસાર, ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 46.1 ટકા મતદાન થયુ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના કુલ 144 વોર્ડ માટે રવિવારે સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયુ હતું. અમદાવાદમાં જ સૌથી ઓછુ મતદાન નોંધાયુ હતુ. આ વખતે ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઔવેસીની AIMIM જ મેદાનમાં છે. ભાજપ પાછલા ઘણાં સમયથી આ છ મહાનગરપાલિકામાં દબદબો ધરાવે છે.

Read Also

Related posts

આઈશા કેસ/ આંખોમાંથી લોહી નીકળે એવો માર મારતો હતો નરાધમ, દહેજ ભૂખ્યા સાસરિયાં વારંવાર રૂપિયાની કરતા હતા ઉઘરાણી

Pravin Makwana

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!