આગામી ૧ લી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઇ તે પહેલા જ આજે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભામાં ફરજ બજાવનારા પોલીસ જવાનો માટે ખાસ વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરાઇ હતી. બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાતા પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળતા પ્રથમ દિવસે જ ૫૦ ટકા મતદાન થયુ હતુ. આમ પોલીસ જવાનોએ ચૂંટણી પહેલા જ મતદાન કર્યુ હતુ.

પોલીસ જવાનોએ ચૂંટણી પહેલા જ મતદાન કર્યુ
વિધાનસભાની ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. કર્મચારીઓને બેલેટ પેપર આપ્યા બાદ જે તે વિધાનસભામાં જયાં ફરજ બજાવવાના હોય તે અધિકારી સમક્ષ બેલેટ પેપરમાં મતદાન કરીને જમા કરાવી દેતા હોય છે. જ્યારે પોલીસ જવાનોએ માટે ચૂંટણી પંચ દ્વારા સ્પેશયલ પોલીંગ ફેસીલીટી હેઠળ તા. ૨૩ અને ૨૪ નવેમ્બરના રોજ બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાઇ છે.
બેલેટ પેપરના નોડલ ઓફિસર જી.એમ. બોરડેએ જણાવ્યુ હતુ કે આજે અઠવાલાઇન્સ તાલીમ ભવન ખાતે એક હોલમાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા પૈકી ૧૪ વિધાનસભાની મતદાર યાદીમાં નામ ધરાવનારા પોલીસ જવાનો માટે ૧૪ મતદાન મથકો ઉભા કરીને મતદાન કરવાની વ્યવસ્થા કરાઇ હતી. જેમાં સુરત ડિવિઝનના પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કર્વાટરના કર્મચારી અને અધિકારીઓએ મતદાન કર્યુ હતુ. મતદાન બાદ આઠમી ડિસેમ્બરના રોજ જયારે મતગણતરી થશે ત્યારે પ્રથમ આ મતદાનની ગણતરી થશે.

ખાસ મતદાનમાં ‘પોતે જ મત આપ્યો છે’ તેવુ બાંહેધરી પત્ર આપવુ પડે છે
બેલેટ પેપરથી મતદાન માટે સૌ પ્રથમ તો પોલીસ જવાનોને બેલેટ પેપર આપી દેવામાં આવે છે. આ બેલેટ પેપર સાથે એક બાંહેધરીપત્રક ફોર્મ નં.૧૩ આપવામાં આવે છે. એમાં એવી બાંહેધરી આપવાની હોય છે કે આ મત પોતે જ આપ્યો છે. અને જયારે મતદાન કરે છે ત્યારે આ બાંહેધરીપત્રક અલગથી જમા કરાવે છે.
READ ALSO
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે