અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શહેર. મોડાસા શહેરને શિક્ષણ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. જિલ્લામાં ત્રણ વિધાનસભા મતક્ષેત્ર આવેલ છે જે છ તાલુકામાં સમાયેલા છે જેમાં મોડાસા, ભિલોડા અને બાયડ આ ત્રણ વિધાનસભા મતક્ષેત્ર ૨૦૧૨ પછી કોંગ્રેસ પાસે છે. મોડાસા વિધાનસભાની વાત કરીએ તો મોડાસા વિધાનસભામાં મોડાસા અને ધનસુરા તાલુકાનો સમાવેશ થયેલો છે. જેમાં શરૂઆતથી ભાજપનું એકહથ્થુ શાસન ધરાવતી આ બેઠક પર ભાજપના ઉમેદવારની નારાજગી સામે કોંગ્રેસનો નવો ચહેરો આવતા ૨૦૧૨ માં કોંગ્રેસનો પંજો પડ્યો હતો.જેના કારણે અહી રાજેન્દ્રસિંહ ઠાકોર જીત્યા હતા.

મોડાસા વિધાનસભા હાંસિલ કરવા ભાજપ નવો દાવ અજમાવી શકે
૨૦22ની વિધાનસભાના ઘમાસાનને હવે થોડોક સમય બાકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સક્રિય બની ગયા છે. આ વખતની ચુંટણીમાં મોડાસા વિધાનસભા હાંસિલ કરવા ભાજપ નવો દાવ અજમાવી શકે તેમ છે.ત્યારે ઓબોસી સમાજની સૌથી વધુ સંખ્યા ધરાવતી બેઠક પર સૌની નજર રહેલી છે. આજે આપણે વાત કરીશું અરવલ્લીની મોડાસા વિધાનસભાની 2012 અને 2017માં કોંગ્રસ પાર્ટીએ મોડાસા વિધાનસભા કબજે કરી હતી. અહી રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા. ૨૭ એપ્રિલ ૧૯૭૨માં ધનસુરા તાલુકાના ગુજેરી ગામે જન્મેલ રાજેન્દ્રસિંહ ઠાકોર બીએની ડીગ્રી ધરાવે છે. તેઓ વ્યવસાયે શિક્ષક અને સામાજિક કાર્યકર રહેલ છે. ધનસુરા તાલુકાના નાનકડા ગામમાંથી આવતા રાજેન્દ્રસિંહ ઠાકોર સ્વભાવે હસમુખા છે.જેથી તેમની લોકપ્રિયતા પણ મતક્ષેત્રમાં જોવા મળે છે.
કોંગ્રેસના પંજાને પકડી રાખ્યો
વર્ષ 2012 માં શંકરસિંહ વાઘેલા અને અહમદ પટેલના યુદ્ધ વચ્ચે રાજેન્દ્રસિંહ ઠાકોર માટે ધર્મસંકટની સ્થિતિ ઉભી કરી હતી પણ કોંગ્રેસ પક્ષે ટીકીટ પાકી કરતા તેમણે કોંગ્રેસના પંજાને પકડી રાખ્યો છે. મોડાસા વિધાનસભા ક્ષેત્રમાં રાજેન્દ્રસિંહ ઠકોરને ટીકીટ મળવાનું મુખ્ય કારણ ૧,૩૭,૮૦૬ ઓબીસી સમાજના મતદારો છે. કારણ કે ચારથી વધુ ટર્મમાં ધારાસભ્ય બનેલ દિલીપસિંહ પરમાર રાજ્ય સરકાર ભાજપની હોવા છતાં મતક્ષેત્રમાં વિશેષ કઈ નહિ કરી શકાતા લોકોમાં રોષ હતો જેના કારણે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર ઓબોસી અને મુસ્લિમ મતના આધારે ચુંટણી જીતવા સફળ રહ્યા..જયારે વર્ષ 2017 માં ભાજપે પણ ક્ષત્રિય ઉમેદવાર ભીખુસિંહ પરમારને ઉતાર્યા હતા જેમાં ભાજપે ભારે ટક્કર આપી હતી. અને માત્ર 1640 ની સરસાઈથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર જીત્યા હતા.
વિકાસના કામો માટે વિધાનસભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા
ધારાસભ્ય તરીકે ક્ષત્રીય સમાજમાંથી આવતા હોઈ જાતિસમીકરણ તેમના માટે ખુબ લાભાદાઈ નીવડ્યું છે.ધારાસભ્ય તરીકે મોડાસા અને ધનસુરા તાલુકાના મતક્ષેત્રમાં તેમણે વિકાસના કામો માટે વિધાનસભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે પણ રાજ્ય સરકાર ભાજપ અને તિઓ કોંગ્રેસ ધારાસભ્ય હોઈ વિકાસ લક્ષી કામોમાં તેજી ઓછી જોવા મળી છે.તેમણે છેલ્લા પાંચ વર્ષમાં મળેલી ગ્રાન્ટના વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૭ માર્ચ સુધી ચાર વર્ષના ચાર કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ તેમણે ઉપયોગ કરી છે ત્યારે ચાલુ ટર્મમાં 2017-23માં તેમને સાત કરોડની ગ્રાન્ટ માંથી 5.95 કરોડની ગ્રાન્ટનો વપરાશ કર્યો છે. સીસીરોડ,પેવરબ્લોક,દીપ-ગરનાળા,આરોગ્ય અને વીજળી કરણ સહિતના 404 કામોઈ વહીવટી મંજૂરીના આધારે પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજેન્દ્રસિંહ ઠાકોર લગભગ ફાઈનલ ગણાઇ રહ્યા છે
આગામી વિધાનસભાની ચુંટણીમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર લગભગ ફાઈનલ ગણાઇ રહ્યા છે ત્યારે તેમણે હરાવવા ભાજપ પક્ષતો મહેનત કરે છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં પણ પડેલ જુથવાથ કોંગ્રેસની નાવડી ડુબાડી શકે તેમ છે ત્યારે કોંગ્રેસ આવે છે કે ભાજપ ફરીથી આ બેઠક પર અડીખમ થાય છે તે તો આવનાર સમય જ બતાવશે કોરોના કાળમાં આમ તો રાજેન્દ્રસિંહ ઠાકોરનું કામ સારૂ રહ્યું છે..તેમને લોકોને અનેક પ્રકારે મદદ કરી છે. કોવિડમાં લોકોને સારી રીતે તેઓએ સેવા પણ આપી છે. તેમજ જિલ્લામાં લોકોને સારી એવી મદદ પહોંચાડવાનું કામ પણ કર્યું છે.
ઠાકોર-ક્ષત્રિય સમાજનો દબદબો રહેતા તેઓની જીત થઈ હતી
મોડાસા અને ધનસુરાના કુલ 2.16 લાખ મતદારો છે. જેમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ હોવાના કારણે રાજેન્દ્રસિંહ ઠાકોરને સીધો ફાયદો થયો હતો. છેલ્લા પાંચ વર્ષમાં વધેલા 25 હજાર ઉપરાંત નવા મતદારો પરિણામ બદલવા સક્ષમ છે તેવા સંજોગોના રાજેન્દ્રસિંહના મતવિસ્તારમાં ઠાકોર-ક્ષત્રિય સમાજનો દબદબો રહેતા તેઓની જીત થઈ હતી.
રાજેન્દ્રસિહને આ વખતે ટિકીટ મળવાની શક્યતા
તો રાજકીય સમિકરણોને જોતા તેમને આ વખતની ટર્મમાં ટિકીટ મળવાની પુરેપુરી શક્યતાને નકારી શકાય તેમ નથી. જીતની સરસાઈ થતાં તેમને આ વખતે ટિકીટ મળી શકે તેમ છે. રાજકીય ચર્ચાઓને જોતા તેમ પણ કહી શકાય કે તેઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. અને ટૂંક સમયમાં તેઓ બીજેપીનો ખેસ ધારણ કરે તો પણ તે વાતને નકારી શકાય નહીં.
મોંઘવારીને લઈને મતદારોમાં અનેક પ્રશ્નો ઉભા થયેલા
હાલની બેઠક પરના મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો કોરોનામાં પણ રાજેન્દ્રસિંહ ઠાકોર તેમના કાર્યો કરવામાં સફળ રહ્યા છે. જ્યારે મતદારોના તમામ પ્રાથમિક મુદ્દાઓ સફળ કર્યો છે. મતદારોના પ્રાથમિક જરૂરિયાતો રોડ, રસ્તા,પાણી તેમજ અન્ય કામકાજમાં તેઓ સફળ નિવડ્યા છે,પરંતુ મોંઘવારીને લઈને મતદારોમાં અનેક પ્રશ્નો ઉભા થયેલા છે. હવે તો જોવાનું એ રહ્યું કે તેમને આગામી ટર્મમાં ટિકીટ ફાળવાઈ છે કે કેમ કે કોઈ અન્ય સમિકરણોના કારણે તેમને ટિકીટ અપાશે કે કેમ તે તો જોવુ જ રહ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?
- રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી