GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

જીતનો રેલો ગુજરાત પહોંચ્યો : વિજય રૃપાણી, નીતિન પટેલ અને પ્રદીપસિંહ સહિતના નેતાઓની ટીકિટ કપાશે, 50 નેતાઓ ઘરભેગા થશે

રૃપાણી

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચાર રાજ્યમાં ભાજપને બહુમતી મળી છે. ક્યાંક બેઠકો ઘટી હોય તો પણ સત્તા માટે જરૃરી બહુમતી તો મળી જ ચૂકી છે. એ પરિણામની અસર જે-તે રાજ્યોમાં તો થશે પરંતુ ગુજરાતમાં પણ આવનારી વિધાનસભાની ચૂંટણીનેય થશે. નરેન્દ્ર મોદીની આદત રહી છે નવા નવા પ્રયોગો કરતા રહેવાની. સફળતાના વિવિધ કારણોમાં એક કારણ એ પણ છે. કહેવાતા સિનિયર નેતાઓને પડતા મુકીને મોદીએ ઘણા યુવાનોને આગળ કર્યા છે અને તેના સારા પરિણામો મેળવ્યા છે. ક્યાંક માઠા પરિણામો પણ આવ્યા છે. પરંતુ પ્રયોગો કરવાના બંધ નથી થયા. તેમના પગલે ચાલીને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પણ પ્રયોગો કરી રહ્યા છે. કેટલાક પ્રયોગો સહજ છે, તો કેટલાક ખુદ ભાજપના જ વરિષ્ઠ નેતાઓને સમજમાં ન આવે એવા છે.

રૃપાણી

આખી રૃપાણી સરકાર બદલાવી નાખી એ એવો જ પ્રયોગ હતો. એ પ્રયોગ પછી ગુજરાતમાં કોઈ ખાસ રાજકીય નિષ્ફળતા જોવા મળી નથી. વળી પ્રયોગની ખરી અસર તો ડિસેમ્બર 2022માં ચૂંટણી વખતે જોવા મળશે. એટલે ત્યાં સુધી એ પ્રયોગ વિશે કશું કહેવું વહેલું ગણાશે. પરંતુ એક વાત નક્કી છે કે ભાજપને કોઈ પક્ષો અટકાવી શકે એમ નથી. એ રીતે ભાજપમાં જ રહેલો અસંતોષ પણ પક્ષને ખાસ મોટું નુકસાન કરી શકે એમ નથી. બે-પાંચ બેઠકો કદાચ ઉપર-નીચે થાય તો પણ સત્તા માટે જોઈએ એ બહુમતી તો મળી જ રહે છે. એટલે હવે ચાર રાજ્યોના પરિણામો પછી ગુજરાતમાં અનેક વર્તમાન વિધાનસભ્યોની ટિકિટ કપાય એવી પુરી શક્યતા છે.

એક અંદાજ મુજબ 50થી વધારે વર્તમાન વિધાનસભ્યોને ડિસેમ્બર 2022માં ટિકિટ મળવાની નથી. આ ધારાસભ્યોમાં વિજય રૃપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ સહિતના લોકપ્રિય રહી ચૂકેલા નેતાઓ છે. તો વળી મંત્રી તરીકે વિવાદાસ્પદ રહ્યા હોય એવા પણ ઘણા નેતાઓ છે. બીજી તરફ નિષ્ક્રિય રહેલા વિધાનસભ્યો પણ છે.

રૃપાણી

ટિકિટો કાપવાના મુખ્ય કારણો આ મુજબ છે

  • ભાજપને સત્તા માટે માત્ર 90-100 બેઠકો મેળવીને અટકવું નથી, વિક્રમસર્જક વિજય મેળવવો છે. એ માટે નવી ટીમે કામ કરવું પડે.
  • રૃપાણી સરકારને ઘરભેગી કરી દેવાયા રૃપાણી સહિતના માંધાતાઓ રાજકીય રીતે ખાસ સક્રિય નથી. ટૂંકમાં પક્ષને જીતાડવા માટે સખત મહેનત કરતા હોય એવી સ્થિત નથી. અંગત મુલાકાતો કરે છે, સામાજિક કાર્યક્રમો કરે છે. મતદાતાઓ વધે એ માટે સક્રિય જણાતા નથી.
  • પાટિલ-રૃપાણીનો જૂથવાદ સ્પષ્ટ છે. એટલે પાટિલને નિર્ણય લેવાનો હોય ત્યાં સુધી રૃપાણી જૂથને પ્રાધાન્ય ન મળે એ સ્વાભાવિક છે.
  • નીતિન પટેલ અગાઉ મનગમતા ખાતા માટે ત્રાગાં કરી ચૂક્યા છે. એ ફરીથી એવું ન કરે તેની કોઈ ખાતરી નથી.
  • જે મોટા નામ છે, તેમના પોતાના જૂથ છે અને ગોઠવણ છે. માટે એ પક્ષને બદલે પોતાના અંગત હિતો માટે વધારે કામ કરે છે. તેનાથી પક્ષને ખાસ ફાયદો ન થાય. પક્ષને ફાયદો કરાવવો હોય તો નવી ટીમ કામે લગાડવી પડે.
  • ભાજપની એક છાપ એવી છે કે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવે તેમને વધારે મહત્વ મળે છે. એ છાપ ખોટી નથી. ભાજપના જ હોય એવા કાર્યકર્તાઓને ધોળા વાળ આવી ગયા છતાં સત્તા મળતી નથી, જ્યારે કોંગ્રેસમાંથી આવેલા ઘણાને મંત્રીપદ મળી ગયા છે. આ છાપમાંથી બહાર નીકળવા માટે યુવા કાર્યકર્તાઓને તક આપવી પડે. પક્ષ માટે પાંચ-પંદર વર્ષથી કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ આપવી હોય તો વર્તમાન ધારાસભ્યોને કાપવા જ પડે.
  • ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે મંત્રીઓ છે એમાંના ઘણા ખરા વચગાળાના જ છે. થોડા મહિના સરકાર ચલાવવાની છે. એટલે ખાસ ચિંતા વગર મંત્રીઓની પસંદગી થઈ છે. આ એક પ્રયોગ છે. તેમાં મંત્રીઓ સફળ થાય તો તેમને ફરી ટિકિટ મળે, બાકી તેમના સ્થાનેય નવા ઉમેદવારોને આગળ કરવામાં કોઈ વાંધો નથી.
  • ભાજપને કોંગ્રેસ નડે એમ નથી, કોંગ્રેસની એવી કોઈ ત્રેવડ નથી. પરંતુ આમ આદમી પાર્ટી તો નડી જ શકે એમ છે. નાને પાયે નડે પણ છે. પરંતુ પંજાબમાં વિજય પછી હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. ગુજરાતની જનતામાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા છે, એમાં પણ કોઈ શંકા નથી. પરંતુ લોકપ્રિયતા મતબેંકમાં ફેરવાય કે નહીં એ અત્યારથી કહી શકાય એમ નથી. બીજી તરફ ભાજપ એના એ જ નેતાઓને ઉભા રાખ્યા કરે તો મતદારો આમ આદમી પક્ષ તરફ આકર્ષાય એવી પુરી શક્યતા છે.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV