GSTV
ELECTION BREAKING -2022 Gandhinagar Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાનું મતદાન 57% નોધાયુ, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી શાતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપ્યા હતા. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. મતદાન 5.00 વાગે પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં મતદાન યોજાયું હતું, જેમાં ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થયું છે. તો બાકીની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને આ બંને તબક્કાઓમાં 182 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.

પાંચ વાગ્યાના આંકડા

અમરેલી52.73
ભરૂચ63.08
ભાવનગર51.34
બોટાદ51.64
ડાંગ64.84
દ્રારકા59.11
ગીર સોમનાથ60.46
જામનગર53.98
જૂનાગઢ52.04
કચ્છ54.52
મોરબી56.20
નર્મદા68.09
નવસારી65.91
પોરબંદર53.84
રાજકોટ51.66
સુરત57.83
સુરેન્દ્રનગર58.14
તાપી72.32
વલસાડ62.46

પહેલા તબક્કાનું 57 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક EVM ખોટકાયા છે. અત્યાર સુધીમાં અહીં 4 જેટલા બેલેટ યુનિટ બદલવા પડ્યા છે. 16 જેટલા કંટ્રોલ યુનિટ અને ભાવનગરમાં 28 વીવીપેટ મશીનો બદલવા પડ્યા છે.

 સોમનાથ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામ-સામે આવી જતાં વિવાદ ઉભો થયો. ભાજપના ઉમેદવાર માનસિંહ પરમારે હાથ મેળવવા આગળ થતાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા ચહેરા પર સ્મિત આપી દૂર ભાગ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત રાજ્યના પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીની મીનિટો બાકી રહી હતી. ત્યારે બીજી તરફસૌરાષ્ટ્રમાં પણ ઉમેદવારોની ઉંઘ ઉડી ગઈ છે. ઉમેદવારો દોડતા થયા હતા.

બપોરના ત્રણ વાગ્યાના આંકડા

ગુજરાતમાં ગુરુવારે પ્રથમ તબક્કા હેઠળ મતદાન ચાલી રહ્યું છે. લગ્ન પહેલા મતદાન કરવા માટે મતદાન મથક પર કપલ પહોંચ્યા ત્યારે મોરબીમાં એક રસપ્રદ નજારો જોવા મળ્યો હતો. મતદાનને લઈને સામાન્ય લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કવિતા અને વૈભવ નામના કપલે લગ્નજીવનની શરૂઆત કરે તે પહેલા સૌથી પહેલા નાગરિક તરીકેની ફરજ નિભાવી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે. આજે કબલે મતદાન મથકે સાથે આવી મતદાન કર્યું હતું.

  • ગોંડલ વિધાનસભા જામવાડી ગામે કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો
  • જામવાળી ગામના જયદીપ પારખીયા ને માર મારવામાં આવ્યો
  • કોંગ્રેસના ઉમેદવાર યતિષ દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા

વિધાનસભાની બેઠકમાં હાઈ પ્રોફાઈલ ગણાતી ગોંડલની બેઠક પર આશરે બપોરના ચાર કલાકે તાલુકાના જામવાળી ગામે બોગસ વોટીંગ થઈ રહ્યું હોય કોંગ્રેસના ઉમેદવાર એજન્ટ દ્વારા બોગસ વોટીંગ રોકવામાં આવતા જામવાડી ગામના સરપંચ પુત્રએ લાફાવાડી કરી મુકતા કોંગ્રેસી ઉમેદવાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

કોંગ્રેસી ઉમેદવાર યતિષભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ભાજપના આગેવાન બાવુંભાઈ ઉર્ફે પ્રફુલભાઈ ટોડીયા અને ગામના સરપંચ લીનાબેન ટોડીયા ના પુત્ર દ્વારા બોગસ વોટીંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને કોંગ્રેસના એજન્ટ જયદીપ પારખીયા દ્વારા રોકવામાં આવતા ભાજપના આગેવાનના પુત્ર એ માર માર્યો હતો બનાવના પગલે યતિશભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી ચૂંટણી પંચને ફરિયાદ કરવા તાજવીજ હાથ ધરી હતી.

ધ્રાફાના ગ્રામજનોએ ‘નો વોટ’ સાથે ખાસ નોંધ મૂકી હતી, અને સમસ્ત ધ્રાફા ગ્રામજનોએ ચૂંટણી પંચ દ્વારા જે અમારી જૂની પરંપરા મુજબની બે બુથ ની વ્યવસ્થા જેમાં એક મહિલા બુધ અને એક પુરુષ બુથ જે વર્ષોથી ઊભા કરવામાં આવી રહ્યા છે, તેને આ વખતે રદ કરી દેવામાં આવ્યા છે, અને એકી સાથે મતદાન કરવા માટેનું બૂથ તૈયાર કરાયું છે.

જેનો ગ્રામજનો દ્વારા વિરોધ દર્શાવાયો છે. કોઈપણ ભોગે કોઈપણ પાર્ટીએ ધ્રાફા ગામમાં પ્રચાર કરવા કે મત માંગવા આવવું નહીં, તેવા સૂત્ર લગાવી દઈ ત્યાં સુધી અમારી જૂની પરંપરા જુદા જુદા બે બુથ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમો સંપૂર્ણપણે સમસ્ત ગ્રામજનો આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીએ છીએ, તેવી નોટિસ લગાવી દેવાઇ હતી. જેને લઈને આજે ધ્રાફાનું મતદાન મથક એકદમ સુમશાન નજરે પડ્યું છે.

ગુજરાત રાજ્યની ચૂંટણીના પ્રથમ તબક્કાની વાત કરીએ તો

બપોરના ત્રણ વાગ્યાના આંકડા

અમરેલી44.62
ભરૂચ52.45
ભાવનગર45.91
બોટાદ43.67
ડાંગ58.55
દ્રારકા46.56
ગીર સોમનાથ50.89
જામનગર42.36
જૂનાગઢ46.03
કચ્છ45.55
મોરબી53.75
નર્મદા63.88
નવસારી55.10
પોરબંદર43.12
રાજકોટ46.68
સુરત47.01
સુરેન્દ્રનગર48.60
તાપી64.27
વલસાડ53.49

ગુજરાત રાજ્યના 19 જિલ્લાઓમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં 49 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

સોમનાથ બેઠક પર ભાજપ – કોંગ્રેસના ઉમેદવારો મતદાન સમયે સામે સામે ઘર્ષણ જોવા મળ્યું. ભાજપના ઉમેદવારે માનસિંહ પરમારે હાથ મેળવવા આગળ કર્યો સામે કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા સ્મિત આપી દૂર જતા રહ્યા હતા.  નર્મદા જિલ્લામાં આવેલા ડેડીયાપાળા વિસ્તારના સમોટ ગામના લોકોએ પાયાની સુવિધાઓને લઈને ચૂંટણનો બહિષ્કાર કર્યો છે. આ કેન્દ્ર પર હજુ સુધી એક પણ મત પડ્યો નથી. આ કેન્દ્ર પર મતદાન થવા છતાં કોઈ પણ સત્તાવાળા કે ઉમેદવારો આ ગામના લોકોને સમજાવવા આવ્યા થી. આ ગામમાં કુલ 1000 જેટલા મતદારો છે.

ચોટીલા તાલુકાના હિરાસર ગામે 110 વર્ષના માજીએ મતદાન કરીને અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી..

આમ આદમી પાર્ટીના મુખ્યમત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ મતદાન પુરૂ થાય તે પહેલાં જ મોટો દાવો કર્યો છે. તેમણે ખંભાળીયામાં મતદાન બાદ કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની 89 બેઠકોમાંથી 51 બેઠકો પર આમ આદમી પાર્ટી જીત મેળવી રહી છે. અમારા આંતરિક સરવેમાં અમને જીત મળવાના તારણો મળ્યાં છે.

રીબડા પંથકમાં જયરાજસિંહ ના દીકરા ગણેશજી અને રજદીપસિંહ વચ્ચે ભારે ચકમક ઝરી હોવાની ચર્ચા

  • ડાકા વાળી થઈ હોય તેવો ઓડિયો વાયરલ
  • ગોંડલના રીબડા પંથકમાં રીબડા અને કોલીથળ વચ્ચે દાળિયા ગામમાં રીબડા અને ગોંડલના બને બાહુબલી ના સંતાનો વચ્ચે ચકમક થયાની ભારે ચર્ચા
  • તંત્ર હાલ મૌન સેવી રહ્યું છે
  • કોઈપણ ફરિયાદ હજુ સુધી થઈ નથી
  • પોલીસનો ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
  • બંને વચ્ચે ફડાકા વાળી થયા ની પણ ચર્ચા એ જોર પકડ્યું છે
  • સત્તાવાર રીતે કોઈ નિવેદનો કે વિગતો મળી નથી

સુરતના કતારગામ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા બુથ પર જતાં પોલીસ સાથે રકઝક થઈ હતી. કતારગામ વિધાનસભાના બુથ પર ધીમું વોટિંગ થતું હોવાનો આક્ષેપ અધિકારીઓને કરતા મામલો ગરમાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો

બપોરના બે વાગ્યા સુધીમાં મતદાન

  • ડાંગ અને તાપી, નર્મદા જિલ્લામાં 50% મતદાન 
  • સૌથી ઓછુ જામનગરમાં 35% મતદાન
  • જૂનાગઢમાં 48% અને નવસારીમાં 45% મતદાન 
  • મોરબી અને વલસાડમાં 43-43% મતદાન
  • ભરૂચ અને ગીર સોમનાથમાં 41-41% મતદાન
  • સુરત, ભાવનગર, સુરેન્દ્રનગર અને દ્વારકામાં 39-39% મતદાન
  • રાજકોટ અને કચ્છમાં 38-38% મતદાન
  • બોટાદ અને પોરબંદર 36-36% મતદાન
  • અમરેલીમાં 37% મતદાન નોંધાયું

ડાંગના આહવામાં બેનરોએ ઉમેદવારોને દોડતા કરી દીધા. રસ્તા અને પુલ મુદ્દે મોટીદબાસ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર

  • દાળીયા ગામે બોગસ મતદાન થયુ હોવાનો અનીરૂદધસીંહના રાજદિપસિંહનો આક્ષેપ
  • દાળીયા ગામમા લોકોએ જાણ કરતા અમે તરત દાળીયા ગામે પહોચ્યા
  • ગણેશ જાડેજાએ બોગસ મતદાન કરાવી રહ્યાનો આક્ષેપ
  • રાજદીપસિંહ દ્વારા પોલીસને કરાઈ ફરિયાદ
  • ફરિયાદના આધારે થોડા સમય માટે મતદાન પણ રોકાયુ
  • મતદાન રોકાતા મતદારોમા પણ રોષ દેખાયો

ભાજપના નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિવાદમાં આવ્યા છે. તેમણે મતકુટિર અંદરનો વીડિયો ઉતારી સોશિયલ  મીડિયા પર પોસ્ટ કરતા વિવાદ થયો છે. આ વિવાદ બાદ વીડિયોને ડિલીટ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કાના મતદાનમાં પાટડીમાં મતદારોમા ઉસ્તાહ જોવા મળ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં પાટડીમાં મતદારોમા ઉસ્તાહ જોવા મળ્યો હતો. આ લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા દિવ્યાંગ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી મતદાન મથક ઉપર મહિલાઓને પુરુષ લઈને જોવા મળતી હતી. દસાડા વિધાનસભામાં સંવેદનશીલ બુથ પર ડીવાયએસપીએ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. વિધાનસભામાં ભાજપના સ્થાનિક ઉમેદવારે પોતાના ગામ બામણવા ગામે મતદાન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર નૌસાદ સોલંકીએ ધાંગધ્રા પોતાનું મતદાન કર્યું હતું.

ઉનાના ખાપટ ગામે ઢોલ નગારાના તાલે 150 લોકો એકસાથે મળી મતદાન કરવા પહોંચ્યા હતા.

સુરતના ખટોદરા કોલોનીમાં રહેતા વિશ્વકર્મા પરિવારને ત્યાર દીકરીના લગ્નન છે અને લગ્નની વિધિઓ ચાલી રહી છે ત્યારે  દુલ્હન એ કહ્યું હતુ કે મતદાન કરવું એ દરેક નાગરિક ની ફરજ છે તે ફરજ ના ભાગરૂપે લગ્ન ની વિધિ પૂર્ણ થતાં જ તેમના પરિવાર ના તમામ સભ્યો મતદાન કરશે.તો સાથે જ કહ્યુ હતુ કે પોતાના પ્રતિનિધિ ને ચૂંટવા માટે તમામ લોકો મતદાન કરે.

રાજકોટમાં બપોરે 12 વાગ્યા સુધી 26 ટકા મતદાન : રાજકોટના કલેક્ટર અરુણ મહેશે જણાવ્યું કે, લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. અમે વેબકાસ્ટિંગ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો પર નજર રાખી રહ્યા છીએ.

ગુજરાતના 19 જિલ્લાઓમાં એક વાગ્યા સુધી 34.65 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે વરાછા વિધાનસભા બેઠકના મતની પાર્ટીના ઉમેદવાર ભાજપના ઉમેદવારને પગે લાગીને મતદાન કરવા ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરત વરાછા રોડની બેઠક પર આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત છે. ચૂંટણી પહેલા જ આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એવી જાહેરાત કરી હતી કે જો કુમાર કાનાણી (કાકા) જીતશે તો માનગઢ ચોકમાં તેમને ખભે બેસાડીને હું ફેરવીશ. ત્યારબાદ આજે મતદાન કરવા જતા પહેલા અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીને પગે લાગીને આશીર્વાદ લઇ મતદાન કરવા ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 ગુજરાતના તાપીમાં એક વ્યક્તિએ લગ્ન પહેલા પોતાનો મત આપ્યો. પ્રફુલભાઈ મોરે નામના વ્યક્તિએ જણાવ્યું કે, મારા લગ્ન સવારે થવાના હતા, પરંતુ મતદાનના કારણે મેં લગ્નનો સમય સાંજે કરાવ્યો. અમારે લગ્ન માટે મહારાષ્ટ્ર જવાનું છે. તેમણે દરેકને મતદાન કરવા અપીલ કરી છે.

કિર્તીદાન ગઢવીને મત આપતા અટકવ્યા

 રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકવ્યા છે. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા. 

  • મતદાનના ત્રણ કલાક દરમિયાન 26,269 યુનિટ પૈકી 33 બેલેટ યુનિટ એટલે કે 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરાયા.
  • 25,430 કંટ્રોલ યુનિટ પૈકી 29 કંટ્રોલ યુનિટ એટલે કે 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરાયા.
  • 25,430 વીવીપેટ પૈકી 69 વીવીપેટ એટલે કે 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરાયા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માં 19 જિલ્લામાં 89 વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 25,430 મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે

19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430 VVPAT કાર્યરત છે. મતદાનની 90 મિનિટ પહેલા ઇવીએમની ચકાસણી માટે મૉક પોલ યોજાય છે. આ મૉક પોલ દરમિયાન 140 બેલેટ યુનિટ, 372 કંટ્રોલ યુનિટ અને 332 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. સવારે 8:00 વાગે મતદાન શરૂ થયું ત્યારથી 11.00 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન 19 જિલ્લાઓમાં થઈને 33 બેલેટ યુનિટ, 29 કંટ્રોલ યુનિટ અને 69 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.

ત્રણ કલાક દરમિયાન 0.1% બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. 0.1% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.3 ટકા વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ છે. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય છે, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના નેતા દિલીપ સંઘાણીએ મતદાન કર્યું. તેમણે હાર્દિક પટેલને સલાહ આપી કહ્યું કે, હાર્દિક  ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે તેને સભ્ય બનાવ્યો છે. ભાજપનું ભવિષ્ય સારું છે. હાર્દિક પટેલનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે.

  • માણાવદરમાં સરકારી હાઈસ્કૂલ ખાતે ઈવીએમ થયું ખરાબ
  • માણાવદર શહેરના બુથ નં. 54 માં ઇવીએમ મશીન ખરાબ
  • ઈવીએમ બંધ થતાં લોકોની લાંબી કતારો લાગી
  • છેલ્લી 30 મિનિટથી મશીન બંધ હાલતમાં
  • ભુજ તાલુકાના મિરઝાપર ગામમાં EVM ખોરવાયો
  • ભુજના મિરઝાપર ગામમાં ભૂથ નંબર 217 માં EVM MACHINE TECHNICAL ખામી થી ખોરવાયો
  • એક કલાકથી EVM MACHINE મા ખામી આવતા મતદારો રાહ જોઈ જોઈ મતદાન કર્યા વગર બહાર નીકળી ગયા
  • સવારથી મશીનમાં ખામી આવતા મતદારો થયા પરેશાન
  • મીડિયા બુથ ઉપર પહોંચ્યું ત્યારે મશીન બદલવાની વાતો આવી સામે

ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો

નર્મદા દેડિયાપાડામાં સમાવિષ્ઠ સામોટ ગામના ખેડૂતોએ 303 એકર ૩૦ ગુઠા જમીન 49 આદિવાસી ખેડૂતો સર્વ નંબર 93ની જમીન 1 હજાર 951થી ખેડૂતોના નામે હતી . ૨૦૦૮ પછી આ જમીન સરકાર હસ્તક પડતર બોલે છે. ૨૦૦૮ પછી સામોટ ગામના ૪૯ ખેડૂતોની ૩૦૩ એકર જમીન માંથી ખેડૂતોના નામો કાઢી નાખવામાં આવ્યા છે. આ ૩૦૩ એકર જમીન સરકારી પડતર બોલે છે. આ સરકારી જમીન પર આદિવાસી ખેડૂતોના ૨૦૦ ઘરો આવેલા છે. ૨૦૦૦ આદિવાસીઓ વસે છે. આ ૩૦૩ એકર જમીન ૪૯ ખેડૂતોના નામે નહીં કરતા આપતા આજે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અને મતદાન કર્યું ન હતું. સામોટ પ્રાથમિક શાળા ખાતે બે મતદાન કેન્દ્રો પર ૧૬૨૫ સ્ત્રીઓ અને પુરુષોએ મતદાન કર્યું ન હતું અને આ વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. તા. ૫/૯/૧૦૨૨ થી ચૂંટણી બહિષ્કાર નું એલન સામોટ ગામના ખેડૂતોએ કર્યું હતું. તેમની ૩૦૩ એકર જમીન અંગેની માંગણી નહીં સંતોષાય એટલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.

જામનગરના જામજોધપુરના ધ્રાફા ગામે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો

જામનગરના જામજોધપુરના ધ્રાફા ગામે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો  છે.રાજાશાહી વખતથી મહિલાઓ માટે અલગ મતદાન બુથ ફાળવવામાં આવતુ હતુ..પરંતુ આ વખતે મહિલાઓ માટે અલગ બુથ ન રાખતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે.. રાજાશાહી વખતથી ગુજરાતનો એકમાત્ર મહિલાઓ માટે મતદાન મથક ધ્રાફામાં હતું. જ્યાં અંદાજે 2,350 મતદારો નોંધાયેલા છે..

 મતદાન મથકોએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું : ‘મહિલા મતદાન મથક’, ‘અવસર લોકશાહીનો’ મોડલ બુથ પર મતદારોએ મતદાન કરી સેલ્ફી લીધી…

સુરતના બારડોલીમાં વોર્ડ નંબર ત્રણમાં ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા.. બારડોલીના પચાસ ગાળાનો યુવાન ફરજ પ્રમાણે મતદાન કરવા પહોંચ્યો પરંતુ તેના નામ આગળ પોસ્ટલ બેલેટથી મતદાનનો સિક્કો લગાવેલો જોવા મળયો અને તેને મતદાન કરવા માટ અપેલી કરવામાં આવી. જેથી તેને પણ અચરજ જોવા મળ્યુ. કારણ કે મતદાન કરવા પહોંચેલો યુવાનો તો ખેત મજૂરી કરતો હતો.જોકે બાદમાં ભૂલ સામે આવતા બાદમાં મતદાન કરવાની કામગીરી કરવામાં આવી.

હીરા નગરી સુરતના વરાછા બેઠક પર આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. ત્યારે વરાછા બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ મતદાન કર્યું હતું. અપલ્પેશ કથીરિયાએ ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીના પગે લાગીને મતદાન કર્યું હતું.

  • પાલીતાણામાં ભાજપ અને આમ આદમીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

12 વાગ્યા સુધીમાં કયા જિલ્લામાં કેટલું મતદાન થયું ?

  • ડાંગ અને તાપી જિલ્લામાં 30%,
  • સુરત-ભરૂચ-દ્વારકા-બોટાદમાં 23%,
  • કચ્છમાં 24%,
  • જામનગર 25%,
  • સુરેન્દ્રનગરમાં 24%,
  • ગીર સોમનાથ 24%,
  • જૂનાગઢ 25%,
  • પોરબંદર 23%,
  • ભાવનગરમાં 24%,
  • બોટાદમાં 23%,
  • અમરેલીમાં 24%,
  • રાજકોટમાં 25%,
  • મોરબીમાં 26%,
  • ભરૂચમાં 23%,
  • નર્મદામાં 28%
  • , સુરતમાં 23%,
  • નવસારીમાં 27%,
  • તાપીમાં 30%,
  • વલસાડમાં 26%

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 3 કલાકમાં 15 ટકા જેટલું મતદાન થયું છે. ત્યારે ધીમા મતદાનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ધીમા મતદાનને લઈને આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રથમ તબક્કાની તમામ બેઠકોનું સરેરાશ 3.5 ટકા મતદાન થયું છે. જ્યારે કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ મતદાન થયું છે.

કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ મતદાન કેમ?

તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપના લોકોના દબાવમાં જ કામ કરવું હોય તો પછી ચૂંટણી જ કેમ યોજો છો. 89 બેઠકો પર 3.5 ટકા મતદાન થયું છે તો કતારગામ બેઠક પર માત્ર 1.41 ટકા જ કેમ. એક નાના બાળકને હેરાન કરવા માટે આટલી હદ ના વટાવો.

આજે 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે ત્યારે રાજકોટમાં માલધારી નેતા એક અલગ અંદાજમાં વોટીંગ કરવા માટે પહોચ્યા હતા. આ નેતા ગાયને સાથે રાખી પોતાના પહેરવેશ સાથે મતદાન કરવા પહોંચ્યા, ગાયના ગળે ઘંટ બાંધી સરકાર સુધી વાત પહોંચાડવાઅને પરિવર્તન આવે તેવી આશા સાથે તમેણે મતદાન કર્યું હતું.

11 વાગ્યા સુધીનું મતદાન

અમરેલી19
ભરૂચ17.57
ભાવનગર18.84
બોટાદ18.50
ડાંગ24.99
દેવભૂમિ દ્વારકા20.75
જામનગર18.85
કચ્છ17.62
મોરબી22.27
નર્મદા23.73
નવસારી21.79
પોરબંદર16.49
રાજકોટ18.98
સુરત16.54
સુરેન્દ્રનગર20.67
તાપી.26.47
વલસાડ.19.57

વિધાનસભાની ચૂંટણીને લઈને મતદારોમાં મતદાનનો ઉત્સાહ વધે તે માટે આ વખતે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાં થીમ આધારિત મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. જેમા ગ્રીન મતદાન મથક, ભાવનગરની થીમ, અલંગની થીમ, સખી મંથક વગેરે મતદાન મથકો ઉભા કરાયા હતા. તેમજ ભાવનગર શહેરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સખી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. આ મતદાન મથકમાં તમામ સ્ટાફ મહિલાઓનો મૂકવામાં આવ્યો હતો.

  • વયુગ મતદાન મથક નજીકના વિસ્તારમાં મિડલ સ્કૂલ પાસે ભાજપ છત્રી રાખી
  • મતદાન દિવસે ભાજપે છત્રી રાખી મતદાતાઓ રીઝવવાનો પ્રયાસ
  • પોલીસ જાણ થતા તાત્કાલીક છત્રી દૂર કરાવી
  • પોરબંદર કોગ્રેસ  દ્વારા ચૂંટણી શાખા કરી ફરિયાદ
  • પોલીસ ને જાણ કરતા છત્રી દૂર કરાઈ
  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમા નિરસ મતદાન
  • પ્રથમ તબક્કાના મતદાનને 3 કલાકનુ મતદાન પૂર્ણ
  • 89 બેઠકો પર અત્યાર સુધી સરેરાશ 11 ટકા મતદાન
  • ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં વધુ મતદાન
  • વલસાડની કપરાડા બેઠક પર 12 ટકા મતદાન
  • પોરબંદર, દ્વારકા જિલ્લામાં ઓછું મતદાન

ભાવનગર શહેર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પશ્ચિમ બેઠકનાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી ઢોલ નગારા સાથે બુથ મથક પર વોટીંગ કરવા માટે પહોંચ્યા હતા. જીતુ વાઘાણીએ ભગવાનના મંદિરે પૂજા વિધિ કર્યા બાદ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથક પર મતદાન કર્યું હતું.

  • ધોરાજી ઉપલેટા વિધાનસભામાં 75 બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો હોઈ તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • ધોરાજી ખાતે આવેલ કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો.
  • મતદાન મથક ઉપર પત્ની ની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતા હોવાની અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
  • બોગસ મતદાન કરાવતા હતા તેમની જાણ થતાં મતદારે પકડી પાડી ઉપરાંત વિડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિયો પણ સામે આવ્યો
  • બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પર તાત્કાલિક ધોરણે ચૂંટણીપંચના નિયમો કરવામાં આવે તેમજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી જેલ હવાલે કરવા પત્રમાં ઉલ્લેખ

કેશોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય પશુપાલન મંત્રી દેવા માલમે માંગરોળ તાલુકાના થલ્લી ગામે મતદાન કર્યુ હતું. દેવા માલમે પરિવાર સાથે મતદાન કરતા પહેલા થલ્લી ગામે દાડમદેવના દર્શન કર્યા હતા. મતદાનને લઈ મંત્રીના ગામમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે થઈ બોલાચાલી


રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે.

બાબુભાઈ બોખીરીયાએ મતદાન કર્યું

પોરબંદરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે, મેં પ્રચારમાં કહ્યું હતું કે પ્રથમ વાર તમામ મતદારોએ મતદાન કરવું જોઈએ. મને લાગે છે કે લોકોને મારી કામ કરવાની રીત પસંદ આવી હશે. મારામાં જે સત્તા આવે છે તે મારી નહીં પણ જનતાની છે. હું તેમના માટે કામ કરું છું. 

આહવા તાલુકાના બીલમાળના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર

આહવા તાલુકાના બીલમાળના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોને ભાજપના ઉમેદવાર દ્વારા મતદાન કરવા અનુરોધ કર્યો હતો. લોકોનું કહેવું છે કે, સ્થાનિક સમસ્યાને લઈ અનેક રજુઆત છતાં કોઈ નેતાઓએ ધ્યાન પર ન લેતા ચૂંટણી બહિષ્કાર કર્યો છે.

  • વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું ભાજપને 130 બેઠક મળશે.
  • કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ અમરેલીના ઈશ્વરીયા ગામે મતદાન કર્યું છે. તેઓએ કહ્યું, જિલ્લાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતશે. AAPના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થશે અને AAPનું ખાતું પણ નહીં ખુલે.
  • પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ મોઢાવાડામાં મતદાન કર્યું. તેમણે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ મતદાન કર્યું
  • તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે.રાજકોટમાં માલધારી સમાજના આગેવાન મુરલીધર શાળા ખાતે ગાય લઈ મતદાન કરવા પહોંચ્યા

ગુજરાતમાં 9 વાગ્યા સુધી મતદાન

જિલ્લોમતદાન
અમરેલી4.68
ભરૂચ4.57
ભાવનગર4.85
બોટાદ4.62
ડાંગ7.76
દ્રારકા4.09
ગીર સોમનાથ5.17
જામનગર4.42
જૂનાગઢ5.04
કચ્છ5.06
મોરબી5.17
નર્મદા5.30
નવસારી5.33
પોરબંદર3.93
રાજકોટ5.02
સુરત4.73
સુરેન્દ્રનગર5.41
તાપી7.25
વલસાડ5.58

આણંદના તારાપુરના 1 દિવ્યાંગ અને સોજીત્રા સહિત ૨૧ વયોવૃદ્ધ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું, ઘરે બેઠા મતદાન માટે ઝોનલ ઓફિસર સાથે ટીમ તેમજ સુરક્ષા પોલીસ, કેમેરામેનની પણ વ્યવસ્થા કરી છે, તાલુકામાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. દિવ્યાંગ તેમજ મતદારો માટે શરૂ થયેલ ઘેર બેઠા મતદાન ના ભાગરૂપે સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના તારાપુર તાલુકામાં આજે તા. ૩૦ નવે. નાં રોજ ૮૦ કરતાં વધુ ઉંમરના ૯ વયોવૃદ્ધ મતદારો તથા એક દિવ્યાંગ મતદાર ના ઘરે જઈ મતદાન કરાવવામાં આવ્યું હતું. જેમાં તારાપુર તાલુકાના તારાપુરમાં ૨, મોરજમાં ૨, સાંઠ માં ૧, આંબલીયારા ૧, પાદરા ૧, મોટા કલોદરા ૧, વાળંદાપુરા ૧ અને નભોઈ ૧, તથા ૧ દિવ્યાંગ મતદાર સહિત ૧૦ મતદારો તેમજ ગતરોજ તા.૨૯ નવે. નાં રોજ સોજીત્રા નાં ૧૧ શારીરિક અશક્ત વયોવૃદ્ધ મતદારોએ ઘરે બેઠા મતદાન કરી ખુશી ની લાગણી અનુભવી હતી.

ભરુચ અપડેટ
સવારના 9 કલાક સુધીના પ્રથમ કલાકમાં મતદાનની ટકાવારી જોઈએ તો ભરુચમાં 4 ટકા, અંક્લેશ્વરમાં 4.9 %, જંબુસરમાં 4.35 %, વાગરામાં 4.7 % અને ઝઘડીયા 4 ટકા મતદાન થયું

જિલ્લા પ્રમાણે વિગતો

  • અમરેલી 4.68
  • ભરૂચ 3.44
  • ભાવનગર 4.13
  • બોટાદ 4.62
  • ડાંગ 7.76
  • દેવભૂમિ દ્વારકા 4.09
  • ગીર સોમનાથ 5.17
  • જામનગર 4.42
  • જુનાગઢ 5.04
  • કચ્છ 5.06
  • મોરબી 5.17
  • નર્મદા 5.30
  • નવસારી 5.33
  • પોરબંદર 3.92
  • રાજકોટ 4.45
  • સુરત 3.54
  • સુરેન્દ્રનગર 5.41
  • તાપી 7.25
  • વલસાડ 5.58
  • હાલ 4.84 ટકા મતદાન
  • 4.92 મતદાન થયું
  • પ્રથમ બે કલાકનું મતદાન

અબડાસા 7
અમરેલી 5.26
અંજાર 5.85
અંકલેશ્વર 4.90
વાંસદા 7.72
બારડોલી 5.07

તાપીના નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ઉચ્છલના જામકી ગામે ઇવીએમ ખોટકાયું હતુ…જેને પગલે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા મતદારો પરેશાન થયા હત, ઇવીએમ મશીન થોડા સમય સુધી ખોટકાતા તંત્ર દ્વારા ઇવીએમને રીપ્લેસ કરાયું હતુ…

સુરતના મજુરા વિધાનસભા મત વિસ્તારમાં જૈન સમાજના લોકોએ પૂજાના માહોલમાં મતદાન કર્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ગુજરાતના સાત કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે.મતદાનમાં ભાગ લેવો એ લોકશાહીનો આત્મા છે.આ વખતે ગુજરાતમાં પ્રથમવાર મતદાન કરી રહેલા યુવા મિત્રોનું ખૂબ સ્વાગત છે

AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબીની શાળાના મતદાન મથક પરથી મતદાન કર્યું. 

  • ગોંડલમાં ભગતપરા શાળા નંબર-5માં EVM ખોટકાયું, મતદાન શરૂ ન થતાં લોકો રોષે ભરાયા
  • સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન ભરૂચમાં 3.44 ટકા
  • સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ માં 7.76 ટકા

પોરબંદર જિલ્લાનું 9.30 કલાકે સૌથી ઓછું 3.92 ટકા અને ડાંગ જિલ્લાનું સૌથી વધુ 7.78 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે બીજી તરફ ગોપાલ ઈટાલિયાની કતાર બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું છે ફ્ક્ત 1.41 ટકા મતદાન થયું છે. જ્યારે સંગીતા પાટીલની બેઠક પર પણ ફક્ત 2.87 ટકા મતદાન નોંધાયું છે. આટલું ઓછું મતદાન એ પક્ષો માટે ચિંતાનો વિષય છે.

નવસારીના બાંસદાથી કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ બિરસા મુંડાના ફોટા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન પહેલા તેમણે માતા-પિતાના આશીર્વાદ લીધા હતા.

  • અમરેલી: 4.68
  • ભરૂચ: 4.57
  • ભાવનગર: 4.78
  • બોટાદ: 4.62
  • ડાંગઃ 7.76
  • દેવભૂમિ દ્વારા: 4.09
  • ગીર સોમનાથ: 5.17
  • જામનગર: 4.42
  • જૂનાગઢ: 5.04
  • કચ્છ: 5.06
  • મોરબી : 5.17
  • નર્મદા: 5.30
  • નવસારી: 5.33
  • પોરબંદર: 3.92
  • રાજકોટઃ 5.04
  • દેખાવ: 4.01
  • સુરેન્દ્રનગરઃ 5.41
  • તાપી: 7.25
  • વલસાડ: 5.58

રાજ્યમાં પ્રથમ તબક્કામાં મતદાન

  • રાજ્યની 89 બેઠકો પર મતદાન પ્રકિયા
  • સવારે 8 થી 9 વાગ્યા સુધી માં કુલ 4.52 ટકા મતદાન
  • સૌથી વધુ ડાંગ જિલ્લામાં મતદાન ડાંગ જિલ્લામાં 7.76 ટકા મતદાન
  • સૌથી ઓછું મતદાન ભરૂચ માં મતદાન ભરૂચમાં 3.44
  • ગોંડલના ભગવતપુરામાં ખોટકાયું ઇવીએમ
  • ઇવીએમ ખોટકાવાની ફરિયાદ સામે આવી
  • બૂથ મથકે અધિકારી દ્વારા કરાઇ સઘન તપાસ

મોરબીમાં સવારથી લાંબી કતારો જોવા મળી છે.

જામનગરના હકુભાએ પરિવાર સાથે કર્યું મતદાન

માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અને માજી ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન કુંવરજી હળપતિએ કર્યું મતદાન

માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અને માજી ગૃહનિર્માણ બોર્ડના ચેરમેન કુંવરજી હળપતિએ કર્યું મતદાન, ઝરીમોરા ખાતે આવેલ પ્રાથમિક શાળામાં  મતદાન કર્યું. કુંવરજી હળપતિએ કર્યો જીતનો દાવો

રાહુલ ગાંધીનું Tweet

વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ તબક્કાની ચૂંટણી આજે યોજાી રહી છે. મતદારો પોતાનો મત આપી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલગાંધીએ ટ્વિટ કરીને ગુજરાતની જનતાને મતમાટે અપીલ કરી છે. અને આ લોકશાહીના મહા પર્વને સફળ બનાવવાની હાકલ કરી છે.ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મત આપો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ છે કે મતદાન કરો. રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની લોન માફી માટે. ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવો.

આ તરફ ઉમરગામમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો લાગી હતી. વહેલી સવારથી મહિલા અને પુરૂષોની લાંબી કતારો લાગી હતી. મતદારોએ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો..ચુસ્ત પોલીસ બંદોબસ્ત શાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..પાંચ ટર્મથી જીત મેળવતા વારલી સમાજના ભાજપનાં ઉમેદવાર રમણ પાટકર સામે કોંગ્રેસે પ્રથમ વાર વારલી સમાજના ઉમેદવાર નરેશ વળવીને મેદાનમાં ઉતાર્યા,

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ મતદાન કર્યું હતું. ત્યાર બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. ગાંધીનગરથી તેઓ સતત રાજ્યની રાજકીય સ્થિતિ અને મતદાનનો તાગ મેળવશે.

જામનગર ગ્રામ્ય-77 બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલએ મતદાન કર્યું. રાઘવજી પટેલએ નારાણપરમા મતદાન કર્યુ.ત્યારબાદ તેઓએ મતદાર કરી લોકોને મતદાન કરવા માટે કરી અપીલ પણ કરી હતી

પહેલા તબક્કાની 89 સીટમાંથી હાલ ભાજપ પાસે 58 અને કોંગ્રેસ પાસે 26, જ્યારે BTP પાસે 2 અને NCP પાસે એક સીટ છે. 

  • પારડી બેઠક પર ઇવીએમ ખોટકાયું
  • વાપીમાં પણ ઇવીએમ ખોટકાવાની ફરિયાદ
  • કનુ દેસાઇ વોટિંગ માટે પહોંચતા ઈવીએમ ખોટકાયું
  • નાણામંત્રી કનુભાઇ મતદાન કરવા પહોંચ્યા હતા
  • તે સમયે મતદાન મથકે ઇવીએમ ખોટકાયું
  • વાપીની જ્ઞાનધામ શાળામાં ખોટકાયું ઈવીએમ

નાણા મંત્રી કનુભાઈ દેસાઈ મતદાન કરે તે પહેલાં જ ગુજરાતમાં પહેલું EVM વાપીમાં ખોટવાયું

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મતદારોએ લાઈનો લગાવી મત આપવા પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતમાં પહેલું ઈવીએમ વાપીના 193 નંબરના બુથ પર ખોટવાયું છે. મોકપોલ વખતે ઈવીએમ ખોટવાયુ્ં હોવાનું ધ્યાનમાં આવતા ઈવીએમ બદલવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ મતદાન કરે તે પહેલાં જ ગુજરાતમાં પહેલું EVM વાપીમાં ખોટવાયું હતું. પારડીમાં પણ ઈવીએમ ખોટવાયા હોવાની બબાલ છે. રાજ્યમાં સવારથી જ મતાધિકાર માટે લોકો લાઈનો લગાવી રહ્યાં છે

રીવાબા જાડેજાએ મતદાન કર્યું

રીવાબા જાડેજાએ મતદાન કર્યું. પોતાનો મત આપ્યા બાદ પરિવારમાં વિરોધના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અલગ-અલગ વિચારધારા ધરાવતા પરિવારના સભ્યો અલગ-અલગ પક્ષો સાથે જોડાયેલા હોય તેવું આ પહેલીવાર નથી. હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું. મારા પતિ મને સમર્થન કરે છે. મને કોઈ સમસ્યા દેખાતી નથી.

દ્વારકા જિલ્લાની બંને બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ. ત્યારબાદ ખંભાળિયા વિધાનસભા વિસ્તારના ધરમપુર મતદાન મથકમાં વહેલી સવારથી મતદારોની ભીડ જોવા મળી હતી.ખંભાળિયા વિધાનસભા વિસ્તાર કે જ્યાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના મુળુ બેરા વચ્ચે જંગ જામી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વહેલી સવારથી મતદારો આવતા મતદાન ની ટકાવારી ખુબજ ઊંચી જસે તેવું અનુમાન.

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસનો બાટલો બાંધીનને મતદાન કરવા નીકળ્યા છે. અમરેલીમાં પરેશ ધાનાણીએ મતદાન કર્યું છે. પરેશ ધાનાણીએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 2017માં અમરેલી બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી જીત્યા હતા.

પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા

પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે સમર્થકો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. હાલ ગુજરાતની ચૂંટણીમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો પણ તેમનો મત આપવા પહોંચી રહ્યા છે.

ઉમરગામમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદારોની લાંબી કતારો લાગી હતી..વહેલી સવારથી મહિલા અને પુરૂષોની લાંબી કતારો લાગી હતી. મતદારોએ મતદાન કરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત શાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી..પાંચ ટર્મથી જીત મેળવતા વારલી સમાજના ભાજપનાં ઉમેદવાર રમણ પાટકર સામે કોંગ્રેસે પ્રથમ વાર વારલી સમાજના ઉમેદવાર નરેશ વળવીને મેદાનમાં ઉતાર્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારમા મોટી સંખ્યામા ભાઇઓ તથા બહેનો મતદાન મથક પર પહોચ્યા હતા. લોકશાહીના પર્વની ઉજવણી કરવા મતદાતાઓ મતદાન કરવા આતુર બન્યા છે. રે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતીપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.

ગોંડલ અક્ષર મંદિરના સંતો મહંતો તેમજ પૂર્વ ધારાસભ્યએ સ્વામિનારાયણ ગુરુકુળમાં મતદાન કર્યું હતુ. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગુરુકુળ ખાતે મતદાન કરી લોકોને વધુમાં વધુ મતદાન કરાવા અપીલ કરી હતી.

ઝઘડીયા બેઠક પર છોટુ વસાવાએ કર્યું મતદાન

કેન્દ્રીયમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ અમરેલીના ઇશ્વરીયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં જઇને મતદાન કર્યુ…પુરૂષોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા ખાતે આવેલા મહાદેવના આશીર્વાદ લઇને મતદાન કર્યું…પુરૂષોત્તમ રૂપાલા પોતાના ઘરેથી ચાલીને એશ્વર્યા મહાદેવ મંદિરે પહોંચ્યા હતા..અમરેલીના ઇશ્ર્વરીયા ગામે વોટરોની લાઇનો જોવા મળી હતી.

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાએ પોતાનાં પરિવાર સાથે મતદાન

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાએ પોતાનાં પરિવાર સાથે મતદાન કરવા ઝાંઝરડા રોડ પર આવેલી ગાયત્રી સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા. અને તેમણે મતદાન કરી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તાપી : વ્યારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ભાઈ ગામીતે કર્યું મતદાન, વ્યારાની કરંજવેલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં કર્યું મતદાન. પુનાજી ભાઈ ગામીત વ્યારા બેઠક પરથી સતત 4 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે. મોટી બહુમતીથી ચૂંટાઈ આવશે તેવી આશા વ્યક્ત કરી.

જામનગર ઉત્તરના ઉમેદવાર રીવાબાએ આજે રાજકોટમાં આઈપી મિશન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું, કારણ કે તેમનું રાજકોટની મતદાર યાદીમાં નામ છે. જ્યારે રવિન્દ્રસિંહ જાડેજાનું નામ જામનગરની મતદાર યાદીમાં છે. જ્યારે હોટ સીટ બનેલી ગોંડલ સીટના ઉમેદવાર ગીતાબાના પતિ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું.

મોરબી વિધાનસભામાં સવારથી લાંબી કતારો

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીમાં મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. મોરબી વિધાનસભાના 905 મતદાન મથકો ઉપર અંદાજીત 5400 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે

જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા પોતાનાં પરિવાર સાથે મતદાન કરવા ઝાંઝરડા રોડ પર ગાયત્રી સ્કૂલ ખાતે આવ્યા હતા અને તેણે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વિટ કરીને મતદાન કરવાની અપીલ કરી છે.

ચૂંટણી પહેલા પીએમ મોદીએ ગુજરાતની જનતાને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરીછે. પીએમ મોદીએ ટ્વિટ કરીને ઉલ્લેખ કર્યો છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 
  • 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન

4.90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. આમાંથી 2,53,36,610 મતદારો અને 2,37,51,738 મહિલા મતદારો છે. આમાંથી 27 હજાર 943 સરકારી કર્મચારી મતદારો, 4,04,802 દિવ્યાંગ મતદારો મતદાન કરશે. મતદારોમાં 9.8 લાખ મતદારોની ઉંમર 80 વર્ષથી વધુ છે. આમાંથી 10 હજાર 460 મતદારોની ઉંમર 100થી વધુ છે. એક હજાર 417 થર્ડ જેંડર મતદારો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચાર લાખ 61 હજાર 494 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.

પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

  • મતદાનનો સમય : સવારે 08.00 થી સાંજે 05.00
  • કેટલા જિલ્લામાં મતદાન યોજાશે :  19 (કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
  • કેટલી બેઠક માટે મતદાન : 89
  • કુલ ઉમેદવારો : 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર)
  • રાજકિય પક્ષો : 39 રાજકીય પક્ષો
  • કુલ મતદારો : 2,39,76,670 (1,24,33,362 પુરૂષ મતદારો, 1,1,5,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો)
  • 18થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
  • 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો : 4,945
  • સેવા મતદારો : કુલ 9,606 (9,371 પુરૂષ , 235 મહિલા)
  • NRI મતદારો : કુલ 163 (125 પુરૂષ, 38 મહિલાઓ)
  • મતદાન મથક સ્થળો : 14,382 (3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં)
  • મતદાન મથકો : 25,430 (9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો)
  • વિશિષ્ટ મતદાન મથકો : 89 મોડલ મતદાન મથકો, 89  દિવ્યાંગ સંચાલિત, 89 ઈકો ફ્રેન્ડલી, 611 સખી, 18 યુવા સંચાલિત મતદાન મથકો
  • EVM-VVPATની સંખ્યા : 34,324 બેલેટ યુનિટ, 34,324 CU અને 38,749 VVPAT ( મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે)
  • મતદાન સ્ટાફની વિગત : કુલ 1,06,963 કર્મચારી/અધિકારી, 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફ
  • વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ : તમામ 19 જિલ્લાઓમાં 1 ડિસેમ્બરે ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા અપાશે

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

Human Rights Day / અમદાવાદમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પોતાના અધિકારોથી વંચિત

Nakulsinh Gohil
GSTV