ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટી આવેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ કર્યો હતો. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદી હંમેશા પોતાના વિશે વાત કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો ચહેરો જોઈને મત આપો. ખડગેએ પૂછ્યું, ‘ તમારો ચહેરો કેટલી વાર જોઈએ.’

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ પહેલા સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા રાવણનો ઉલ્લેખ પણ કર્યો હતો.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ મોદી હંમેશા પોતાના વિશે વાત કરે છે. દરેક મુદ્દા પર તેઓ કહે છે કે મોદીનો ચહેરો જોઈને મત આપો. ખડગેએ પૂછ્યું, ‘તમારો ચેરો કેટલી વાર જોઈએ. કાઉન્સિલરની ચૂંટણીમાં તમારો ચહેરો જુઓ, ધારાસભ્યની ચૂંટણી (વિધાનસભા)માં પણ તમારો ચહેરો જુઓ, સાંસદની ચૂંટણી (લોકસભા)માં તમારો ચહેરો. દરેક જગ્યાએ તમારો ચહેરો જુઓ, તમારા કેટલા ચહેરા છે, શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે?

મોદીને ઉદ્ઘાટન કરવાની આદત છે – મલ્લિકાર્જુન ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ મોદી કામ અંગે કાંઈ બોલતા જ નથી. ભાજપમાં માત્ર જુમલા જ છે. અને તેઓ જુમલા એવી રીતે બોલે છે કે, ઝૂટાણા ઉપર ઝૂટાણા ચલાવતા જ જાય છે. તેઓ કહેતા હતા કે તેઓ વાર્ષિક 2 કરોડ નોકરીઓ આપશે. ગુજરાતમાં કોઈને રોજગારી મળી? ખડગેએ કહ્યું કે પીએમ મોદીને ઉદ્ઘાટન કરવાની આદત છે. કોઈએ કાંઈ પણ બનાવ્યું હોય કૂચડો મારી કલર કરી ઉદ્ઘાટન કરવા પહોંચી જાય છે. અને કહે છે, આ મારું છે. તેમના જન્મ પહેલાં પણ અમદાવાદ, સુરતમાં કોઈ પ્રોજેક્ટ હોય તો એમ કહેવાય કે મેં તેનું ઉદ્ઘાટન કર્યું.
અમે અસ્પૃશ્યોમાં આવીએ છીએ – ખડગે
આ પહેલા મલ્લિકાર્જુન ખડગે રવિવારે ચૂંટણી પ્રચાર માટે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીને જુઠ્ઠાનો સરદાર કહ્યા. ખડગેએ કહ્યું કે મોદી પોતાને ગરીબ કહીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ પોતાને ગરીબ કહે છે, પણ અમે તો અસ્પૃશ્ય છીએ. લોકો તેમના હાથની ચા તો પીવે છે, મારી તો ચા પણ કોઈ પીતું નથી. ખડગેએ કહ્યું કે જો તમે સહાનુભૂતિ મેળવવા માટે આવું કરો છો. તો તમને જણાવી દઈએ કે લોકો ખૂબ જ સ્માર્ટ હોય છે. તમે કેટલી વાર જૂઠું બોલશો. ખડગેએ કહ્યું, તેઓ અમને પૂછે છે, ખાસ કરીને મોદીજી અને અમિત શાહ, અમે 70 વર્ષમાં શું કર્યું? અરે ભાઈ, અમે 70 વર્ષમાં કંઈ ન કર્યું હોત તો તમને લોકોને લોકશાહી ન મળી હોત.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 182 બેઠકો ધરાવતા રાજ્યમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ આ જ દિવસે આવવાના છે. 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ આ વખતે પણ ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસનો પ્રયાસ ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો છે. દિલ્હી-પંજાબની સત્તાધારી પાર્ટી આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરી રહી છે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું