GSTV

ડબલગેમ/ પાટીલ ભાજપના ધારાસભ્યોનું પાણી માપી લેશે : સ્થાનિક સ્વરાજ એ વિધાનસભા પહેલાંનું ટ્રેલર, ઘણાના કદ વેંતરાશે

ભાજપ

Last Updated on February 4, 2021 by Bansari

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી ચૂંટાતા સિનિયર કોર્પોરેટરોની ટિકિટ કાપ્યા બાદ પ્રદેશ ભાજપે ધારાસભ્યોને પણ જવાબદારી સોંપી છે. દરેક ધારાસભ્યને પોતાની વિધાનસભાના વોર્ડમાં પેનલને જીતાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજ પ્રમુખ સી.આર. પાટીલ સહિત પાર્લામેન્ટ્રી બોર્ડ ધારાસભ્યોની જવાબદારી નિશ્ચિત કરી છે. સંગઠનના હોદ્દેદારોને ટીકીટ મળશે તો તેમણે પણ પદ છોડવું પડશે. ટિકિટની જાહેરાત થયા બાદ તરત જ જવાબદારીમાંથી રાજીનામુ આપવુ પડશે.

ભાજપ સૌ પ્રથમ જામનગર, ભાવનગર અને રાજકોટ મહાપાલિકાના ઉમેદવારોના નામ જાહેર

રાજ્યના છ મહાનગર પાલિકાના ચૂંટણીને લઈને આજથી ભાજપ તબક્કાવાર ઉમેદાવારોની યાદી જાહેર કરવા જઈ રહ્યું છે. ભાજપ સૌ પ્રથમ જામનગર, ભાવનગર અને રાજકોટ મહાપાલિકાના ઉમેદવારોના નામ જાહેર થશે. જે બાદ વડોદરા અને સુરતના ભાજપના ઉમેદવારોના નામ જાહેર થશે અને બપોર બાદ અમદાવાદ મહાપાલિકાના ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે શું કહ્યું

આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, આજે સાંજ સુધી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે અને આવતીકાલે બપોરથી ભાજપના ઉમેદવારો કોવિડ-19ના નિયમોના પાલન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. સી.આર. પાટીલે કહ્યુ છે કે, જેને ટિકિટ મળે તેને જો સંગઠનની જવાબદારી હશે તો રાજીનામું આપવુ પડશે. કઈ ચોક્કસ નેતાઓને જ ટિકિટ મળે તેવું ભાજપમાં નથી પણ જેને ટિકિટ મળી નથી તેમણે હસતા હસતા નવા ઉમેદવાર માટે જગ્યા કરી છે. તેમના અનુભવનો ઉપયોગ કરવામાં આવશે. સી.આર. પાટીલે કહ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી થયેલા માપદંડને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ આવકારી છે અને ભાજપે લોકશાહી પદ્ધતિથી જ ઉમેદવારોની પંસદગી કરી છે.

ભાજપ

વડોદરામાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલાં ભાજપ કાર્યાલય પર હોબાળો જોવા મળ્યો છે. વોર્ડનંબર 17ના પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા અને શૈલેષ પાટીલને ટિકિટ ન આપવાની માંગ કરી છે. 250 થી વધુ કાર્યકરોએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપ પ્રમુખને રજુઆત કરવા કાર્યકરો પહોંચ્યા હતા.

Read Also

Related posts

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Dhruv Brahmbhatt

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!