ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે સુરત વરાછા રોડની બેઠક પર આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત છે. કેમ કે, આપ પાર્ટીના વરાછાના બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ ભાજપના ઉમેદવારને પગે લાગીને મતદાન કરવા ગયા હતા જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ચૂંટણી પહેલા જ આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એવી જાહેરાત કરી હતી કે જો કુમાર કાનાણી (કાકા) જીતશે તો માનગઢ ચોકમાં તેમને ખભે બેસાડીને હું ફેરવીશ. ત્યારબાદ આજે મતદાન કરવા જતા પહેલા અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીને પગે લાગીને આશીર્વાદ લઇ મતદાન કરવા ગયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર-કચ્છની અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જેમાં 788 ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે.
READ ALSO
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર