ગુજરાતમાં બીજા તબક્કાની 93 સીટ ઉપર મતદાન પહેલા 1 ડિસેમ્બરે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં લગભગ 50 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. આ તબક્કામાં જે સીટો માટે મતદાન થવાનું બાકી છે તેમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના વિસ્તાર પણ સામેલ છે. આથી ભાજપ માટે આ તબક્કો પ્રતિષ્ઠાનો સવાલ છે. ખાસ કરીને ગત વખતે ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર પ્રસારથી ભાજપની ગણતરી ખોટી પડી હતી અને કેટલીક સીટો ઉપર કોંગ્રેસની જીત થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રોડ શો યોજ્યો હતો તેનાથી એક નવો પ્રભાવ ઊભો થતાં જોવા મળ્યો હતો. આ રોડ-શોને ભાજપે પ્રતિમા પુષ્પાંજલિનો કાર્યક્રમ નામ આપ્યું હતું. જેમાં રસ્તામાં જુદી જુદી મહાપુરુષોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ બીજા તબક્કામાં જે 93 સીટો છે તેમાંથી ગત વર્ષે 51 ભાજપે અને 39 સીટ કોંગ્રેસે જીતી હતી. 14 જિલ્લામાં યોજાનારા મતદાનમાં કેટલીક સીટો કોંગ્રેસના ફાળે હતી ત્યારે આ સીટો ઉપર કોંગ્રેસને તેનો દબાવો જાળવી રાખવો જરૂરી છે. સામે ભાજપે પણ તેનો ટાર્ગેટ પૂરો કરવો મહત્વનો છે અને આમ આદમી પાર્ટીએ પણ જીત માટે કમર કસી છે ત્યારે કોણ રાજ્યમાં સરકાર બનાવશે અને વિપક્ષમાં બેસશે તે જાણવું રસપ્રદ અને મહત્વનું રહેશે.
READ ALSO
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ