નર્મદા જિલ્લામાં કુલ 30 મતદાન મથકો છે, જ્યાં કોઈપણ પ્રકારનું મોબાઈલ નેટવર્ક નથી.
ચૂંટણી પંચે ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે 4G અને હવે 5G નેટવર્ક સેવા બધે થઈ ગઈ છે, પરંતુ નર્મદા જિલ્લામાં હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં 2G નેટવર્ક પણ નથી. જિલ્લાના ઘણા વિસ્તારોમાં સામાન્ય કોલિંગ કરવું પણ ખૂબ મુશ્કેલ છે.
ચૂંટણી પંચે નર્મદા જિલ્લામાં પણ ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણીએ કહ્યું કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 624 મતદાન કેન્દ્ર અને 17 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં નેટવર્ક નથી. જેના કારણે વન વિભાગના વાયરલેસ, વોકી ટોકીનો ઉપયોગ કરી રહ્યું છે.

અધિકારીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં આ વખતે જે વાહનોથી અમે મતદાન મથકે જઈ રહ્યા છીએ તેના પર GPS લગાવવામાં આવ્યા છે, જેમાં પોલિંગ સ્ટાફ અને EVM મશીન જશે. GPS લગાવવાથી જાણી શકાશે કે વાહન ક્યાં જઈ રહ્યું છે અને ક્યાં અવરોધ આવ્યો છે. તે તમામને ટ્રેક કરવામાં આવશે. અમે આ વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાના છીએ. આ સાથે તેમણે કહ્યું કે નર્મદા જિલ્લામાં આવા કુલ 30 મતદાન મથકો છે, જ્યાં કોઈપણ પ્રકારનું મોબાઈલ નેટવર્ક નથી.
READ ALSO
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ