તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠક વિસ્તારના પૂર્વ ધારાસભ્યના પત્ની સ્નેહલતા વસાવાની કોંગ્રેસમાં ઘર વાપસી થઇ છે.પક્ષ છોડીને ભાજપ અને આપમાં ગયેલા સ્નેહલતા વસાવા 50 જેટલા કાર્યકરો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા છે. સ્નેહલતા વસાવાએ અપક્ષમાં નોંધાવેલી ઉમેદવારી પરત ખેંચી હતી.

સ્નેહલતા વસાવા નિઝર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સુનિલ ગામીત તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના હાથે ખેસ ધારણ કરી પક્ષમાં પરત ફર્યા હતા. પરેશ વસાવા પણ ફરી કોંગ્રેસમાં સામેલ થયા હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખએ જણાવ્યું હતુ.પરેશ વસાવા નિઝર બેઠક પર ત્રણ ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.
READ ALSO
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો