કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જ નામેરી અમિત પોપટલાલ શાહ પણ ભાજપના એક સમર્પિત કાર્યકર્તા માનવામાં આવે છે. મેયરના રૂપમાં તેમના પાંચ કાર્યકાળ બાદ હવે તેમને અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા સીટ ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. ત્યારે હાલમાં અમિત શાહે પોતાના વિસ્તારમાં પ્રચાર પ્રસાર પણ જોરશોરથી શરૂ કરી દીધો છે.

અમિત પોપટલાલ શાહને તેની મક્કમતા અને કામ કરવાની શૈલીથી પણ જુનિયર અમિત શાહ કહેવામાં આવે છે. અત્યારે પણ અમિત શાહ એ વાત ઉપર અડગ છે કે અમદાવાદ શહેરની સોળ વિધાનસભા સીટમાંથી એક પણ સીટ ઉપર આમ આદમી પાર્ટીની જીત થશે નહીં. તેઓ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે 80,000થી વધારે મતોથી પછી તેમની જીત પાકી છે.
જુનિયર અમિત શાહે એક સંકલ્પ કર્યો છે કે તેઓ આ વિધાનસભા સીટ પરથી જીતીને જ્યારે ધારાસભ્ય બનશે ત્યારે તે ડિસ્ટર્બડ એરીયા એક્ટ સંબંધિત તમામ વિવાદોને ઉકેલ લાવશે. અમિત પી. શાહે વધુ વાત કરતા જણાવ્યું હતું કે તેઓ દરરોજ 18000 પગલાં ચાલશે અને ચૂંટણી પછી પણ જનસંપર્ક ચાલુ રાખશે. તેઓ લોકોની વચ્ચે જ રહેશે અને મતદારોના ઘરે જઈને વાત કરશે તમને પેમ્પલેટ આપશે અને મતદાન માટે અપીલ કરશે.

ઉલ્લેખનીય છે કે 2002માં નર્મદા બચાવો આંદોલન દરમિયાન કાર્યકર્તા મેધા પાટકર ઉપર થયેલ હુમલા માટે એક આપરાધિક મામલાનો તેમને સામનો કરવો પડ્યો છે અને તેમનો કેસ હજુ પણ અમદાવાદ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી રહ્યો છે.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત