રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે આજે ભાજપ પક્ષે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. નવાઈની વાત એ છે કે ભાજપ પક્ષે આ વખત ચૂંટણી ઢંઢેરા માટે પ્રજા પાસેથી વિગતો મગાવી હતી. ભાજપ પક્ષે રાજ્યના તમામ જિલ્લાના વિવિધ સ્થળોએ સૂચન પેટી મૂકી હતી અને સુચન પેટીમાં સૂચનો આવ્યા બાદ તમામ સુચનોની યાદી બનાવીને મેનિફેસટો જાહેર કર્યો હતો.

પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થવાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ પક્ષે આજે ચૂંટણી લક્ષી મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, ભાજપ પક્ષે તેના વર્ષ 2022ના મેનિફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી, શ્રમિકો માટે નીતિ નિયમો, ખેડૂતોના હિત, પશુઓ સહિત વિવિધ મુદાઓ રજૂ કર્યા હતા પરંતુ મહત્વની વાત એ છે કે ભાજપ પક્ષના અગાઉના ચૂંટણીના મેનીફેસ્ટોમાં આ તમામ મુદાઓ હતા ત્યારે હવે પ્રજા ભાજપના આ મેનિફેસ્ટોનો સ્વીકાર કરે છે કે કેમ તે આગામી 8 ડિસેમ્બરે ખ્યાલ આવી જશે
આ ઉપરાંત નવાઈની વાત એ છે કે ભાજપ પક્ષ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં એકહથ્થું શાસન ભોગવી રહ્યું છે અને દર વખતે ચૂંટણીમાં ભાજપ અલગ અલગ મેનિફેસ્ટો જાહેર કરીને જીત હાંસલ કરે છે. આ સિવાય ભાજપ દર વખતે ગુજરાતનો વિકાસ કર્યો હોવાનો દાવો કરે છે અને અલગ અલગ સ્લોગન, થીમ પર ચૂંટણી લડે છે. આમ છતાંય ભાજપ પક્ષે વર્ષ 2022ની ચૂંટણીમાં વિકાસલક્ષી મેનિફેસ્ટો જાહેર કર્યો છે.

ભાજપે 27 વર્ષ સુધી ગુજરાતનું સાશન કર્યા બાદ પણ હજુ ભાજપની નજરે ગુજરાતમાં હજુ વિકાસ નથી પહોંચ્યો એવું લાગી રહ્યું છે. હવે પ્રજા ભાજપને આ મેનિફેસ્ટો આધારિત મત આપીને વિજયી બનાવી છે કે નહીં તે આગામી 8 ડિસેમ્બરનું રિઝલ્ટ નક્કી કરશે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું