ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય મંત્રીઓને પણ શરમ આવે તેવી સ્થિતિ ગુજરાતમાં છે. આજે જમાલપુર-ખાડિયામાં ભાજપની સભામાં ભીડ ન હોવાથી નીતિન ગડકરી 30 મીનિટ બેસી રહ્યાં બાદ 500 માણસોની માંડ ભીડ ભેગી થઈ હતી. જ્યાં ગડકરીએ સભા કરવાનો વારો આવ્યો હતો. સૌથી મોટી બાબત એ હતી કે, ભૂષણ ભટ્ટનું તો જાયન્ટ કદનું પોસ્ટર હતું પણ જે હાજર રહેવાના હતા એ નીતિન ગડકરી પોસ્ટરમાંથી ગાયબ હતા.

અમદાવાદ શહેર સંગઠને ભાંગરો વાટતાં નીતિન ગડકરી મેઈન પ્રવક્તા હતા પણ પોસ્ટરમાં ક્યાંય ન હતા. જે હજારોની ભીડ સામે ભાષણ કરતા એ દેશના કેન્દ્રીય મંત્રી હાલમાં ચૂંટણી ટાણે નહિવત ભીડમાં ભાષણો કરી ઉમેદવારોને જીતાડવા માટે લોકોને સમજાવી રહ્યાં છે.

ભાજપ પણ મૂઝાયું છે કે સભાઓ ઓવરલોડ થઈ છે કે રાજ્યમાં લોકોનો રોષ છે ભાજપ સામે, કારણ કે આપ અને કોંગ્રેસની સભામાં લોકો ઉભરાય છે પણ ભાજપના મુખ્ય નેતાઓની સભાઓ ખાલીખમ જઈ રહી છે. ગઈકાલે રાજકોટમાં મોદીની સભામાં પણ પાછળના ભાગમાં ખુરશીઓ ખાલીખમ હતી.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા