ગુજરાતમાં રૂ. 290 કરોડથી વધુના રોકડ, ડ્રગ્સ, દારૂ અને ભેટસોગાદો જપ્ત કરવામાં આવી છે, જે રાજ્યમાં સમગ્ર 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી જપ્તી કરતાં 10 ગણી વધારે છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, વિવિધ અમલીકરણ એજન્સીઓ દ્વારા તેના આયોજન અને દેખરેખના પરિણામે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રેકોર્ડ જપ્તી થઈ છે.

વડોદરા ગ્રામ્ય અને વડોદરા શહેરમાં ઓપરેશન હાથ ધરતા ગુજરાત ATSના અધિકારીઓની ટીમ દ્વારા નોંધપાત્ર “ડ્રગ્સના વિશાળ કન્સાઇનમેન્ટ” ની ચાલુ જપ્તી પ્રક્રિયાનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત ATSની ટીમે બે મેફેડ્રોન ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટની ઓળખ કરી છે અને આશરે રૂ. 478 કરોડની કિંમતનું 143 કિલો મેફેડ્રોન ડ્રગ્સ શોધી કાઢ્યું છે. ગુજરાત ATSની ટીમે નડિયાદ અને વડોદરામાંથી પાંચ વ્યક્તિઓની અટકાયત કરી છે અને NDPS એક્ટ, 1985ની સંબંધિત કલમો હેઠળ ફોજદારી કેસ અમદાવાદના ATS પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું કે, અભિયાન ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 27.21 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે 29 નવેમ્બર સુધી કુલ જપ્તી 290.24 કરોડ રૂપિયા હતી, જે 2017માં થયેલી જપ્તીના 10.66 ગણી છે.
READ ALSO
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર
- શા માટે જીતીને પણ ચિંતિત છે આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ કોણ પડી રહ્યું છે ભારે
- અદાણીના શેરમાં મોટા ઘટાડા બાદ પણ એલઆઇસીને થયો 26 હજાર કરોડનો નફો, વીમા કંપનીએ જ આપી માહિતી