GSTV

રાજકારણ / આ સમાજનું યોજાશે મહાસંમેલન, 28 બેઠકો પર છે પ્રભુત્વ, અગ્રણી નેતાને પણ પડતા મુકશે

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોળી સમાજના આગેવાનો અવાજ ઉઠાવવા મળી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજ કે જેના પ્રમુખ પદે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જઈને મંત્રી બનેલા કુંવરજી  બાવળિયા છે તેમને બાજુ પર રાખીને આ જ સંગઠનના ગુજરાત પ્રદેશના હોદ્દેદારો આ માટે તૈયારી કરી રહ્યા છે અને તા.૨૭ જૂન આસપાસ કોળી તથા તેની પેટા જ્ઞાતિઓના તમામ મંડળોને એક કરવા તજવીજ હાથ ધરી છે. જે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.

BJP CONGRESS

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૮ બેઠકો પર કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે જેથી હાલની રાજકીય સ્થિતી જોતાં કોળી સમાજની અવગણના કરવી ભાજપને ભારે પડી શકે છે.

ગુજરાતનું રાજપાટ કોઈ એક જ્ઞાતિને આપી  શકાય નહીં તેમ કહીને ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું કે કોળી સમાજની વધુ વસ્તી છતાં એક નાયબ મુખ્યમંત્રી થયા છે કોઈ મુખ્યમંત્રી બન્યા નથી, અમે બધા મંડળોને એક મંચ પર ભેગા કરીશું, આ સમાજના પ્રમુખ પદે કુંવરજીભાઈ છે પરંતુ, આ અભિયાન સમાજના બીનરાજકીય લોકો આગળ વધારશે. આ માટે અમારી કમિટિ છે અને  અમે ઓબીસી સમાજ કે જેની કૂલ વસ્તી ગુજરાતમાં સૌથી વધારે છે તેમને સાથે રાખીશું જેથી તેઓ અમને અને અમે તેઓને મદદરૃપ થઈ શકીએ. તારીખ હજુ નક્કી થઈ નથી પરંતુ, રવિવાર તા.૨૭ વિચારાઈ રહી છે.

સમાજ

વર્ષ ૨૦૦૨ સુધી કોંગ્રેસની અકબંધ વોટબેન્ક ગણાતાં કોળી મતદારો ધીરે ધીરે સરકવા માંડયા હતાં. વર્ષ ૨૦૧૪માં ભાજપે લોકસભાની ચૂંટણી વખતથી કોળી મતદારો પર પક્કડ જમાવી લીધી હતી. સંગઠનથી માંડીને અન્ય મહત્વના હોદ્દા આપી ભાજપે કોળી સમાજનો હાથ પકડી લીધો હતો. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત કોળી સમાજ ગુજરાતમાં પાટીદારો બાદ રાજકીય પ્રતિનિધીત્વ ઉભુ કરવામાં બીજા ક્રમે છે. લિંબડીની પેટાચૂંટણી વખતેય કોળી સમાજે સોમા ગાંડા પટેલને ટિકિટ આપવા ભારે ધમપછાડા કર્યા હતા પણ ભાજપ નેતાગીરીએ છેલ્લી ઘડી સુધી કોળી સમાજની અગવણના કરીને આખરે કિરીટસિંહ રાણાને જ ટીકીટ આપી હતી.

સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. તો આ જ રીતે અનેક બેઠકો પર પાટીદાર મતો પણ નિર્ણાયક છે. પરંતુ, ચૂંટણી ટાણે જે સક્ષમ ઉમેદવાર હોય તે જીતતા રહે છે. ઈ.સ.૨૦૨૨ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ત્યારે સરકાર દ્વારા થનારી હોદ્દા વગેરેની સંભવિત લ્હાણીઓ, પદ ફાળવણી વગેરે પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા જ્ઞાતિ આાધારિત રાજકારણ શરુ થયું છે.

ગુજરાતમાં આજે ય સાણંદ, વાકાનેર, લિંબડી, જસદણ, કોડિનાર, માંગરોળ, ઉના, રાજુલા, પાલીતાણા, ગઢડા, બોટાદ, ભાવનગર, ચોટિલા, ઓલપાડ, ચોર્યાસી, જલાલપોર, ગણદેવી, વલસાડ, સોમનાથ, મહુવા, જંબુસર, અંકલેશ્વર એવી બેઠકો છે જયાં ૪૦ હજારાથી વધુ કોળી મતદારો છે. કોળી મતદારો આજેય જયાં ઢળે ત્યાં મતોના ઢગલાં કરી શકે છે.

કોંગ્રેસ

અત્યારે ભાજપ-કોંગ્રેસના કુલ મળીને ૨૦ વધુ ધારાસભ્યો કોળી સમાજના છે. આ જોતાં જ ભાજપને કોળી સમાજની માંગ આજે નહીં તો કાલે સ્વિકારવી જ રહી.

સૌરાષ્ટ્રમાં આમ તો દર વર્ષે આ સિલસિલો જોવા મળે છે અને એક સમાજ જ્ઞાતિ માટે માંગણી મુકે તેના પગલે અન્ય જ્ઞાતિ જાગે છે, જ્ઞાતિ આધારિત રાજકારણ સૌરાષ્ટ્રમાં બેધારી તલવાર રહ્યું છે જેમાં જ્ઞાતિ પરિબળ ચાલવા સાથે પ્રતિ જ્ઞાતિ પરિબળ પણ ચાલતા રહ્યા છે અને હવે આમ આદમી પાર્ટી વધુ સક્રિય થઈ રહી છે ત્યારે આવનારો ચૂંટણી જંગ રસાકસીવાળો બનવાના એંધાણ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પહેલો સગો પાડોશી: મુશ્કેલીના સમયમાં ભારતે કરી મદદ, 200 ટન ઓક્સિજન ભરેલી આખી ટ્રેન બાંગ્લાદેશ મોકલાવી

Pravin Makwana

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!