આજે 1 ડિસેમ્બરે અમદાવાદમા વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાવાનો છે. ત્યારે શહેરના સરસપુર વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માનનો રોડ શો યોજાઈ રહ્યો છે. બાપુનગર વિધાનસભામાં આવતા સરસપુર વિસ્તારમાં આંબેડકર હોલથી આ રોડ શો ચાલી રહ્યો છે, જે એકાદ કિલોમીટરનો છે. અરવિંદ કેજરીવાલ અને ભગવવંત માનની સાથે પૂર્વ ક્રિકેટર અને સાંસદ હરભજન સિંહ પણ આ રોડ શોમાં જોડાયાં છે.

કેજરીવાલે કેમ છો કહીને લોકોને સંબોધ્યા
અરવિંદ કેજરીવાલે સરસપુરમાં રોડ શો પહેલા કેમ છો કહીને લોકોને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું આવતો હતો, મને એક વ્યક્તિ મળી, તેને કહ્યું, આમ આદમી પાર્ટીને વોટ આપીશ. ભાજપને વોટ આપવાથી કોઈ ફાયદો નથી. વીજળી મફત મળશે, દરેક મહિલાને મહિને 1000 મળશે. આ ચૂંટણી ગુજરાતનું ભવિષ્ય બનાવી શકશે. ભાજપને વોટ આપવાથી ગુંડાગર્દી જ મળશે. ઝાડુને જ વોટ આપજો.
પંજાબના ઝીરો વીજળીના બિલ લોકોની વચ્ચે ફેંક્યા
કેજરીવાલે એકવાર કેટલાક કાગળો હાથમાં લીધા હતા અને જણાવ્યું હતું કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વીજળીના બિલ લઈ આવ્યા છે. 0 વીજળીના બિલના પુરાવા લઈને આવ્યા છે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને 0 વીજળીના બિલના પુરાવા લોકોની વચ્ચે ફેંક્યા હતા.

ગુજરાતમાં કેજરીવાલ આવે છેઃ રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં કેજરીવાલ આવે છે, પરિવર્તન લાવે છે’ના નારા છે. ગુજરાતમાં મફત વીજળી, શિક્ષણ, સારી આરોગ્ય વ્યવસ્થા મળશે. મહિલાઓને 1000ની આર્થિક મદદ આપશે. યુવાનોને રોજગાર આપીશું. રોજગાર નહિ ત્યાં સુધી બેરોજગાર ભથ્થા મળશે. 27 વર્ષ સુધી શાસન કરનાર ભ્રષ્ટ સરકાર ઉખાડી ફેંકશો.
READ ALSO
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર