એક સમયના રાજવી સ્ટેટ દેવગઢ બારીયામાં છેલ્લી બે ટર્મથી તો ભાજપનું શાસન છે. પરંતુ એક સમયે આ મત વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. દેવગઢ બારીયાને વિધાનસભા બેઠક જાહેર કરાઇ ત્યારે 1962માં તે સમયના રાજવી પરિવારના જયદીપસિંહજી સુભગસિંહજીએ જીત મેળવી હતી. ત્યારબાદ 1980 અને 1985 માં બે ટર્મ માટે કોંગ્રેસના રમણ પટેલ ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 1990 માં ફરી રાજવી પરિવારના ઊર્વશી દેવી આ બેઠક પરથી વિજેતા થયા હતા. પરંતુ 1990 બાદ દેશભરની જેમ દેવગઢ બારીયામાં પણ હિન્દુત્વની લહેર ફેલાઇ અને અહીં સત્તા પરિવર્તન જોવા મળ્યું 1995 માં ભાજપના ઉમેદવાર પ્રતાપસિંહ પટેલે જીત મેળવી ભાજપનું ખાતુ ખોલ્યું હતું. જીત મેળવી દેવગઢ બારીયાની બેઠક કોંગ્રેસને અપાવી હતી. પરંતુ 2002 માં ગોધરા કાંડ બાદની યોજાયેલી ચૂંટણીમાં અહીં ભાજપની વાપસી થઇ હતી. તે સમયે ભાજપના બચુભાઇ બાબડે જીત મેળવી હતી. જોકે 2012 માં કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન જોતા, રાજવી પરિવારના તુસારસિંહ મહારાઉલ એનસીપીના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

જોકે 2017 માં ફરી બચુભાઇ ખાબડ વિજેતા થયા હતા. આ વખતે ભાજપે તો બચુભાઇ ખાબડને ટિકિટ આપી રિપીટ કર્યા છે. બચુભાઇ ખાબડ વિજય રૂપાણીની સરકારમાં મંત્રી પણ બન્યા હતા પરંતુ મોવડી મંડળના નિર્ણય બાદ જ્યારે સમગ્ર રૃપાણી સરકારને સત્તા સિંહાસન પરથી વિદાય અપાઇ તેમાં બચુભાઇ ખાબડે પણ મંત્રી પદ ગુમાવવું પડયું હતું. જોકે આ વખતે તમામ વિવાદો અને વિરોધ વંટોળ છતાં બચુભાઇ ખાબડ ટિકિટ મેળવવામાં સફળતો થયા છે. તેમછતાં તેમના મત વિસ્તારમાં તદારોનો વિશ્વાસ જીતવા માં જેટલા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. ખાંટને હરાવ્યા હતા.
રજવાડી સ્ટેટ એવા દેવગઢબારિયાના રાજકારણ પર શરૂઆતથી જ રાજવી પરીવારની ઘેરી છાપ જોવા મળે છે. રાજવી પરિવાર જયાં સુધી કોંગ્રેસની સાથે હતો ત્યાં સુધી અહી કોંગ્રેસનું પણ વર્ચસ્વ હતું. ભાજપ પોતાની પકડ મજબુત કરવામાં સફળ થયો છે. તેમાંય આ વખતે તો કોંગ્રેસને એનસીપીના ઉમેદવારે અંતીમ ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસે તો બેઠક ચૂંટણી પહેલાંજ ગુમાવી દીધી છે. જેથી આ વખતે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ થવા જઇ રહ્યો છે. ભાજપના બચુભાઇ ખાબડ પીઢ રાજકારણી છે તો આમ આદમી માટે અહીં પોતાનો પગ જમાવવા માટે તક મનાય છે. આદિવાસી મતદારોમાં આમ આદમી એ જોર બતાવ્યું છે. ત્યારે મતદાનના દિવસે મતદારો કોના તરફે રહે છે તે જોવું રહ્યું.

પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરનારને સત્તા મળશે
દેવગઢબારિયા બેઠક પર આદિવાસી મતદારો વધુ હોવા છતાં જ્યારે જ્યારે રાજવી પરિવાર ચૂંટણી જંગમાં ઉતર્યું છે ત્યારે તેઓ વિજેતા રહ્યા છે. જોકે હવે તો રાજવી પરિવારે જ ભાજપને ટેકો આપી દેવા એક સમયે કોંગ્રેસની સાથે રહેલા રાજવી પરિવાર પણ તેનો સાથ છોડી દેતાં દેવગઢબારિયામાં કોંગ્રેસ જાણે નધણીયાતુ બની ગયું છે. મતદારો પણ હવે જાગૃત બન્યા છે. ત્યારે ભલે કોંગ્રેસના અહીં વળતા પાણી છે. પરંતુ ભાજપ સામે AAP નામનો નવો પ્રતિસ્પર્ધી મેદાનમાં આવ્યો છે. જોકે આ વખતની ચૂટંણી વિકાસના નામે જ લડાશે તે નક્કી છે.
દેવગઢબારિયાને અલગ જિલ્લો બનાવવાની પણ માંગ ઊઠી છે
તાજેતરમાં દેવગઢ બારીયાના બક્ષી સમાજ દ્વારા દેવગઢબારિયાને જિલ્લો જાહેર કરવાની માંગ કરી હતી. તેથી એક સમયે પંચમહાલ જિલ્લામાંથી છુટા પડેલા દાહોદમાં પણ હવે અલગ જિલ્લાની માંગ ઉઠી છે. આ સિવાય અહીં સૌથી મોટી સમસ્યા રોજગારીની રહી છે. વિસ્તારમાં કોઇ GIDC કે કારખાના જેવા ઉદ્યોગોના અભાવે સ્થાનિક લોકેને રોજગારીની તલાશમાં અન્ય જિલ્લાઓમાં જવું પડે છે. તો બીજી તરફ રોડ રસ્તા, સ્વચ્છતા અને વધતી જતી ટ્રાફિકની સમસ્યા પણ એક મોટો પ્રશ્ન છે.

દેવગઢબારિયામાં શિક્ષણ, આરોગ્ય અને પાણીની મૂળભૂત સમસ્યા
અલગ દાહોદ જિલ્લો બન્યા બાદ પણ સ્થાનિક મતદારોની સ્થિતિમાં કોઇ ફેર પડયો નથી દેવગઢબારિયાની પણ અન્ય મતવિસ્તારો જેવી જ હાલત છે. આજે પણ સ્થાનિક પ્રજા વિકાસને ઝંખી રહી છે. બારીયામાં કોંગ્રેસ હોય ચાહે ભાજપ કોઇપણ પક્ષના ઉમેદવાર જીતે પરંતુ વિસ્તારની સમસ્યા જેમની તેમ રહે છે. અહીની મુખ્ય સમસ્યાઓમાં વાહન વ્યવહાર, પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇની સુવિધા, તબીબી સેવા, અને શૈક્ષણીક સંસ્થાઓનો અભાવ જેવી સમસ્યાઓ આ વિસ્તારને પછાત વિસ્તારની યાદીમાં ઉમેરો કરાવે છે. અહીના લોકોને સામાન્ય બિમારીમાં પણ સારવારમ માટે બહાર જવું પડે છે! એક સમયે પંચમહાલનું પેરીસ ગણાતું દેવગઢ બારીયા તેની રજવાડી ઓળખને સાચવી રાખવામાં હાલના જેવા વામણા પૂરવાર થયા છે.