ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા ચૂંટણીના પરિણામોને સ્થાનિક મુદ્દા કે સત્તા વિરોધી લહેર કરતાં પક્ષપલટો કરનારા નેતા વધુ અસર કરશે તેવું માનવામાં આવે છે. પક્ષપલટો કરનારા સીટ માટેના પરંપરાગત દાવેદારો ભાજપ અને કોંગ્રેસના મતોને પ્રભાવિત કરી શકે તેમ છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ 2012માં કોંગ્રેસની ટિકિટ પર બાયડમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. જો કે, આ વખતે મહેન્દ્ર સિંહ આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠક પર બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. આ બેઠક પર મુખ્ય ટક્કર કોંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા અને ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર વચ્ચે હોવાનું માનવામાં આવે છે. તો એક પ્રભાવશાળી અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા પણ ચર્ચામાં છે. આ સીટના ફાઈનલ રિઝલ્ટમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ તમામ બેઠકો જીતી હતી.
READ ALSO
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર