વિધાનસભાની બેઠકમાં હાઈ પ્રોફાઈલ ગણાતી સૌરાષ્ટ્રની ગોંડલ બેઠક પર આશરે બપોરના ચાર કલાકે તાલુકાના જામવાડી ગામે બોગસ વોટીંગ થઈ રહ્યું હોય, કોંગ્રેસના ઉમેદવારના એજન્ટ દ્વારા બોગસ વોટીંગ રોકવામાં આવતા જામવાડી ગામના સરપંચ પુત્રએ લાફાવાળી કરી મુકતા કોંગ્રેસ ઉમેદવાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

કોંગ્રેસ ઉમેદવાર યતિષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપના આગેવાન બાવુંભાઈ ઉર્ફે પ્રફુલભાઈ ટોડીયા અને ગામના સરપંચ લીનાબેન ટોડીયાના પુત્ર દ્વારા બોગસ વોટીંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને કોંગ્રેસના એજન્ટ જયદીપ પારખીયા દ્વારા રોકવામાં આવતા ભાજપના આગેવાનના પુત્રએ માર માર્યો હતો. બનાવના પગલે યતિશભાઈ દેસાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી ચૂંટણીપંચને ફરિયાદ કરવા તાજવીજ હાથ ધરી હતી.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે