જામનગર ગ્રામ્યની બેઠક પર આખરે કોંગ્રેસનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાય ગયું છે. જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ ફરી એક વખત જીવણભાઈ કુંભારવાડિયાને ટિકિટ આપી છે. જામનગરમાં જીવણભાઈ કુંભારવાડીયા ઉદ્યોગપતિ તરીકેની છાપ ધરાવે છે. જેથી કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપતા જામનગરની ગ્રામ્ય બેઠક પર જીતવાની આશા વ્યક્ત કરી છે.

જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપે રાઘવજી પટેલને ઉભા રાખ્યા છે, જેમની સામે કોંગ્રેસમાંથી જીવણભાઈ કુંભારવાડીયા લડશે. જીવણભાઈ કુંભારવાડીયા 2017ની વિધાનસભાની ચૂંટણી જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા, જેમાં ભાજપના હકુભા જાડેજા સામે 40,000 મતોથી હાર્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 6 ઉમેદવારોના નામ સાથેની 5મી યાદી જાહેર કરી છે. આ પાંચમી યાદીમાં મોરબી બેઠક પર જયંતિ પટેલ, રાજકોટ-પશ્ચિમ બેઠક પર મનસુખ કાલરિયા, જામનગર ગ્રામ્ય બેઠક પર જીવણભાઈ કુંભારવાડીયા અને ગારિયાધાર બેઠક પર દિવ્યેશ ચાવડાને ટિકિટ આપી છે. આ પાંચમી યાદી સાથે કોંગ્રેસે 1 ડિસેમ્બરના રોજ થનારા પ્રથમ ચરણના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે.
READ ALSO
- Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ
- વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી
- મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે