જેતપુર બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયા દ્વારા શહેરમાં લોક સંપર્ક યાત્રામાં આચાર સંહિતા ભંગ થયો હોવાનો આરોપ છે. મંજૂરી વગર સભાઓ તેમજ રેલી યોજવામાં આવતી હોવાની ચૂંટણી અધિકારીને આચાર સંહિતા ભંગની અરજી આપી હતી.

પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હોવા છતાં સવારના સમયે ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાએ સરેઆમ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. અરજીની ફરિયાદમાં રેલીમાં જોડાનાર તમામ ભાજપના કાર્યકર્તાઓ સામે ચૂંટણી આચારસંહિતા મુજબની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
READ ALSO
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય
- ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!
- મૂડ બૂસ્ટર્સ / હંમેશા રહે છે ખરાબ મૂડ? આ સરળ ટિપ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે
- ગેરકાયદે કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું તાત્કાલિક આવી મીટશોપ બંધ કરાવો