ગુજરાતમાં પ્રદિપસિંહ જાડેજાની ગણના શિક્ષિત રાજકારણીઓમાં કરવામાં આવે છે. 60 વર્ષીય પ્રદીપસિંહ જાડેજાનો જન્મ 11 જૂન 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. એકદમ શાંત અને એક સમયે સરકારના સંકટ મોચક ગણાતા પ્રદિપસિંહ જાડેજા અમિત શાહના ખાસ ગણાય છે. આ ચૂંટણીમાં વટવામાંથી ટિકિટ પાક્કી હોવા છતાં એમને કઈ જવાબદારીઓ સોંપાશે એ તો આગામી સમય બતાવશે પણ પ્રદિપસિંહ એક એવા રાજકારણી જેમને અવગણી ના શકાય. આજે પણ વટવા મતવિસ્તારમાં એટલો દબદબો છે કે ભાજપમાંથી ફક્ત સિંગલ નામની દાવેદારી થઈ છે.

રૂપાણી સરકારમાં અતિ મહત્વના પદો ધરાવતા પ્રદિપસિંહના નામે ભાગ્યે જ કોઈ વિવાદો છે. પ્રદિપસિંહ જાડેજા એક એવા ભારતીય રાજનેતા છે જેઓ વટવા વિધાનસભા મતવિસ્તારથી ગુજરાતની 12મી, 13મી અને 14મી વિધાનસભાના સભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ, કાનુન અને સુરક્ષા મંત્રી છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની સારી કામગીરીથી પ્રદિપસિંહ જાડેજાની પ્રતિભા રાજ્યસ્તરે ઝળકી ઉઠી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1995થી કોર્પોરેટર તરીકે પણ સારી કામગીરી બજાવી હતી. પ્રદિપસિંહ જાડેજા ગુજરાત વિધાનસભામાં 2002થી સતત ચૂંટાઈ રહ્યાં છે. અમદાવાદમાં આજે કદાવર નેતા ગણાય છે. 2002માં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠક (નવા સિમાંકન મુજબ આ બેઠક હવે અનુસુચિત જાતિ માટે અનામત થઈ છે) પરથી જીત્યા હતા.

પ્રદીપસિંહ જાડેજા ગુજરાત રાજ્યના વટવા મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ બારમી વિધાનસભામાં ગૃહ મંત્રી અને વિદેશ બાબતો, પ્રોટોકોલ, યાત્રાધામ વિકાસ, બિન-રહેણાંક ગુજરાતી વિભાગ, સ્વૈચ્છિક સંસ્થાના સંકલનના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે આગામી સમયમાં ચૂંટણી વખતે તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે કે કેમ તે આવનારો સમય જ બતાવશે.
READ ALSO
- પાનના આ નુસખા અજમાવો, પૈસાનો વરસાદ થવા લાગશે, વાંચો પાનના કેટલાક ઉપાય
- જો તમારો જન્મ ઓક્ટોબરમાં થયો હોય તો કંઈક આવી રીતે હોય છે તમારું વ્યક્તિત્વ
- Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ
- અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ
- જાણો આજનું તા.03.06.2023 શનિવારનું રાશિફળ, આજનું નક્ષત્રઃ વિશાખા