VIP રેલીઓમાં એન્ટી ડ્રોન ગન તૈનાત કરવા પાછળનું કારણ એ છે કે ભૂતકાળમાં રેલીમાં આવી ઘટનાઓ બની છે. ગયા ગુરુવારે, જ્યારે પીએમ મોદી અમદવાદના બાવળામાં રેલી કરી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું, જો કે તેને તરત જ તોડી પાડવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી ગુરુવારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થૈ રહ્યું છે. રાજ્યના 19 જિલ્લાઓમાં યોજાનારી ચૂંટણીમાં કુલ 788 ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. ગુરુવારે 14,382 મતદાન મથકો પર સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.
VIP રેલીઓમાં એન્ટી ડ્રોન ગન તૈનાત
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગુજરાતમાં બીજા તબક્કા માટે મોટી સુરક્ષા તૈયારીઓ કરવામાં આવી છે. બીજા તબક્કાના મતદાન પહેલા યોજાનારી રેલીઓમાં સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને આવી રેલીઓમાં જ્યાં VIP પહોંચવાના હોય છે તે રેલીઓમાં એન્ટી ડ્રોન ગન તૈનાત કરવામાં આવી છે.

પીએમ મોદીની રેલીમાં શંકાસ્પદ ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું
VIP રેલીઓમાં એન્ટી ડ્રોન ગન તૈનાત કરવા પાછળનું કારણ એ છે કે ભૂતકાળમાં રેલીમાં આવી ઘટનાઓ બની છે. ગયા ગુરુવારે, જ્યારે પીએમ મોદી બાવળામાં રેલી કરી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યું હતું, જો કે તે જ સમયે તેને તોડી પાડવામાં આવ્યું હતું. NSGના અધિકારીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવનાર VIPની સુરક્ષામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. ખાસ કરીને વડાપ્રધાન, રક્ષા મંત્રી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય લોકોની રેલીઓમાં એન્ટી ડ્રોન ગન તૈનાત કરવામાં આવશે.
અહીં પ્રથમ તબક્કાના મતદાનની સાથે બીજા તબક્કાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રેલીઓમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જ્યાં વીઆઈપી નેતાઓ અને મંત્રીઓ પહોંચવાના છે.
READ ALSO
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ