ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ છે ત્યારે રાજ્યની વિવિધ બેઠક પર ચૂંટણી લાડવા ઇચ્છનારા નેતાઓએ ફોર્મ ઉપાડવાના શરૂ કરી દીધા છે. રાજકોટની ધોરાજી-75 બેઠકની વાત કરીએ તો અહીં 5 પાર્ટીના અને 6 અપક્ષ સહીત કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યાં છે.

રાજકોટ જિલ્લાની ધોરાજીમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો. ધોરાજી-75 વિધાનસભાની સીટમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતા.
આમ આદમી પાર્ટીમાંથી 2 ફોર્મ, કોંગ્રેસમાંથી 2 ફોર્મ અને બહુજન સમાજ પાર્ટીમાંથી 1 ફોર્મ અને AIMIM માંથી 1 ફોર્મ સહિત કુલ 6 જેટલા અપક્ષોએ ફોર્મ ઉપડ્યા છે..જો કે હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. ધોરાજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
આ પણ વાંચો
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ