GSTV
Gujarat Polls 2017 Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે ભાજપના સૂપડાં સાફ કરી દીધાં

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થઇ, પરંતુ આ વખતે કોંગ્રેસે એવું તો કમબેક કર્યું કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી તમામ બેઠકો આંચકી લીધી અને ભાજપના સૂપડાં સાફ કરી નાંખ્યા.

ભાજપના ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસે એવો જબરદસ્ત દેખાવ કર્યો છે કે ભાજપે લાજ બચાવવા રીતસર સંઘર્ષ કરવો પડ્યો. તેમાં પણ અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી ભાજપની કમર તોડી નાંખી છે.

સૌ પહેલા વાત કરીએ મોરબીની તો પાટીદાર ફેક્ટરની વધુ અસર ધરાવતા મોરબીમાં ત્રણે ત્રણ બેઠકો પર ફતેહ હાંસલ કરી છે. મોરબી, ટંકારા અને વાંકાનેર એમ ત્રણેય બેઠક પર કોંગ્રેસે જીતી લીધી છે. તો ગીર સોમનાથ જિલ્લાની ચારે ચાર બેઠક પર પણ ભાજપના સૂપડાં સાફ થઇ ગયા છે.

ગીર સોમનાથની સોમનાથ, તાલળા, કોડીનાર અને ઉનામાં કોંગ્રેસનું બુલડોઝર ફરી વળ્યું છે. અમરેલીમાં પણ કોંગ્રેસની સુનામીમાં ભાજપનું ધોવાણ થઇ ગયું છે. અમરેલીમાં તમામે તમામ 5 બેઠક પર કબજો જમાવી ભાજપને પછડાટ આપી છે. અમરેલીની અમરેલી, ધારી, લાઠી, સાવરકુંડલા અને રાજુલામાં કોંગ્રેસે ક્લીન સ્વીપ કરી છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોંગ્રેસે ભાજપને ભીંસમાં લીધી છે. સુરેન્દ્રનગરની કુલ 5 બેઠક પૈકી કોંગ્રેસે દસાડા, લીમડી, ચોટીલા અને ધ્રાંગધ્રા એમ 4 બેઠક પર જીત મેળવી છે તો ભાજપના ફાળે વઢવાણની ફક્ત એક જ બેઠક આવી છે.

જૂનાગઢમાં પણ કોંગ્રેસે 5 બેઠકો પૈકી જૂનાગઢ, માણાવદર, વિસાવદર અને માંગરોળ એમ 4 બેઠકો જીતી છે. અહીં પણ ભાજપને કેશોદની ફક્ત એક જ બેઠક મળી છે. જામનગરમાં કુલ 5 બેઠક પૈકી કોંગ્રેસે જામનગર ગ્રામ્ય, જામજોધપુર અને કાલાવડ પર પરચમ લહેરાવ્યો છે.

જ્યારે કે જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ બેઠક એમ 2 બેઠક ભાજપને જીતવામાં સફળતા મળી છે. દેવભૂમિ દ્વારકાની 2 બેઠક પૈકી એક કોંગ્રેસને તો એક ભાજપને મળી છે. તો બોટાદમાં પણ 2 બેઠક પૈકી એક કોંગ્રેસને તો એક ભાજપના ફાળે આવી છે.

Related posts

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari

મેળામાં મોત / લોકમેળામાં વીજ કરંટ લાગતા બે લોકોના મોત, ભાજપ સાંસદે ખુલ્લો મુક્યો હતો મેળો

Zainul Ansari

અમદાવાદ / ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ

Zainul Ansari
GSTV