GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત સહિતના આઠ રાજ્યોના ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ CBIના દરોડા,175ની કરી ધરપકડ

પોર્નોગ્રાફી

CBIએ NCB, ઇન્ટરપોલ અને પોલીસ સાથે મળીને દેશના વિવિધ રાજ્યોમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે અનેક ડ્રગ કાર્ટેલ્સના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન ૧૭૫ ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશન ગરુડ હેઠળ સીબીઆઇએ ૧૨૭ એફઆઇઆર દાખલ કરી છે. સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સપ્તાહની શરૃઆતમાં આંતરરાષ્ટ્રીય સંપર્કવાળા માદક પર્દાથ દાણચોરોના નેટવર્કને વિક્ષેપિત, ખંડિત અને સંપૂર્ણપણે નાશ કરવાના ઇરાદાથી શરૃ કરવામાં આવેલા ઓપરેશન ગરુડમાં ઇન્ટરપોલ પણ સામેલ હતું. આ ઓપરેશન હેઠળ સીબીઆઇ, એનસીબી અને રાજ્ય પોલીસે અત્યાર સુધીમાં ૧૨૭ કેસ દાખલ કર્યા છે.

CBI

અધિકારીઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક અભિયાનની યોજના માદક પદાર્થ દાણચોરી અંગેનું ગુપ્ત માહિતીના ત્વરિત આપલેના માધ્યમથી કરવામાં આવી હતી. ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રોમાં એન્ફોર્સમેન્ટ એજન્સીઓની સાથે સમન્વિત કાર્યવાહી કરવામાં આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે દેશવ્યાપી કાર્યવાહીમાં પંજાબ, હિમાચલ પ્રદેશ,  હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને મણિપુર સહિત આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસ અને એનસીબીએ લગભગ ૬૬૦૦ શંકાસ્પદો પર નજર રાખી હતી.ત્યારબાદ ૧૨૭ કેસ દાખલ કરવામાં આવ્યા અને ૧૭૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ૬ ભાગેડું અને અપરાધી જાહેર કરાયેલા છે.

CBIપ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સીબીઆઇના દરોડા દરમિયાન ૫.૧૨૫ કીલો હેરોઇન, ૩૩.૯૩૬ કીલો ગાંજા, ૩.૨૯ કીલો ચરસ, ૧૩૬૫ ગ્રામ મેફેડ્રોન, ૩૩.૮૦ ગ્રામ  સ્મેક, બુપ્રેનોરફાઇનની ૮૭ ગોળીઓ, ૧૨૨ ઇન્જેકશન અને ૮૭ સિરિંજ, ૯૪૬ અલપાઝોલમ ગોળીઓ, ૧૦૫.૯૯૭ કીલો ટ્રામાડોલ, ૧૦ ગ્રામ  હેશ ઓઇલ, ૦.૯ ગ્રામ એકસટેસી પિલ્સ, ૧.૧૫૦ કીલો અફીણ, ૩૦ કીલો ખસખસ પાઉડર, ૧.૪૩૭ કીલો ઇનટોક્સિકેન્ટ પાઉડર અને ૧૧૧૦૩૯ કેપ્સુલ જપ્ત કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV